Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

પ્રધાનમંત્રી પોષણ શક્‍તિ નિર્માણ(પી.એમ.પોષણ) યોજના અંતર્ગત દમણ જિલ્લાની પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક વિદ્યાલયોમાં કાર્યરત કૂક-કમ-હેલ્‍પરોની રસોઈ કળા સ્‍પર્ધા યોજાઈ

સ્‍પર્ધામાં પ્રથમ વિજેતા બનેલા દમણની સરકારી મોડેલ વિદ્યાલય અંગ્રેજી માધ્‍યમના મીનાક્ષી નરસિંગઃ દ્વિતીય સ્‍થાને શ્રી માછી મહાજન વિદ્યાલયના પ્રભાવતી ડાહ્યાભાઈ તથા તૃતિય પુરસ્‍કાર સરકારી ઉચ્‍ચ પ્રાથમિક વિદ્યાલય થાણા પારડીના નિર્મલાબેન હળપતિ અને ચોથા સ્‍થાને રહેલા સરકારી ઉચ્‍ચ પ્રાથમિક વિદ્યાલય દુણેઠાના રસીલાબેન હળપતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : દમણ જિલ્લાની સરકારી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક વિદ્યાલયોમાં કાર્યરત કૂક-કમ-હેલ્‍પરોની જિલ્લાસ્‍તરીય રસોઈ કળા સ્‍પર્ધાનું આયોજન પ્રધાનમંત્રી પોષણ શક્‍તિ નિર્માણ(પી.એમ.પોષણ) યોજના અંતર્ગત ગત શનિવારે દમણમાં કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે મુખ્‍ય અતિથિ તથા નિર્ણાયકના રૂપમાં દમણ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, વિશિષ્‍ટ અતિથિના રૂપે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરપર્સન શ્રીમતી મૈત્રીબેન પટેલ, આગેવાન સમાજ સેવક શ્રી જતિનભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી આર.કે.સિંઘ તથા યુ.ડી.સી. શ્રીમતી ઈલાબેન ટંડેલે ઉપસ્‍થિત રહી કાર્યક્રમની ગરિમા પ્રદાન કરી હતી.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના સહાયક નિર્દેશક શ્રી આર.કે.સિંઘે પોતાના સ્‍વાગત વક્‍તવ્‍યમાં પી.એમ. પોષણ યોજના અને દમણમાં તેના કાર્યાન્‍વયનની વિસ્‍તૃત માહિતી આપી હતી. દમણ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલે પારંપારિક ભોજન અને મિલેટ્‍સના મહત્ત્વને પોતાના વક્‍તવ્‍યમાં સ્‍થાન આપ્‍યું હતું. જ્‍યારે દમણ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરપર્સન શ્રીમતી મૈત્રીબેન પટેલે દરેક કૂક-કમ-હેલ્‍પરોના પ્રયાસની સરાહના કરતા મહત્ત્વના સૂચનો પ્રગટ કર્યા હતા.
આ સ્‍પર્ધામાં દમણ જિલ્લાની દરેક સરકારી, ગ્રાન્‍ટ ઈન એઈડ, પ્રાથમિક, ઉચ્‍ચ પ્રાથમિક વિદ્યાલયોના 33 કૂક-કમ-હેલ્‍પરોએ ભાગ લીધો હતો અને તેઓએ પોતાના કૌશલ્‍ય તથા રચનાત્‍મકતાથી પૌષ્‍ટિકઅને સ્‍વાદિષ્‍ટ વ્‍યંજનો પ્રસ્‍તૂત કરી પોતાની પ્રતિભાના દર્શન કરાવ્‍યા હતા. સ્‍પર્ધામાં પ્રથમ પુરસ્‍કાર સરકારી મોડેલ વિદ્યાલય અંગ્રેજી માધ્‍યમના શ્રીમતી મીનાક્ષી નરસિંગને મળ્‍યો હતો અને દ્વિતીય પુરસ્‍કાર શ્રી માછી મહાજન વિદ્યાલયના શ્રીમતી પ્રભાવતી ડાહ્યાભાઈ તથા તૃતિય પુરસ્‍કાર સરકારી ઉચ્‍ચ પ્રાથમિક વિદ્યાલય થાણા પારડીના શ્રીમતી નિર્મલાબેન હળપતિને આપવામાં આવ્‍યો હતો. જ્‍યારે ચોથો પુરસ્‍કાર સરકારી ઉચ્‍ચ પ્રાથમિક વિદ્યાલય દુણેઠાના શ્રીમતી રસીલાબેન હળપતિને મળ્‍યો હતો.
તમામ સ્‍પર્ધકોને આશ્વાસન પુરસ્‍કાર અને પ્રશસ્‍તિ પત્ર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. પ્રથમ પુરસ્‍કાર વિજેતા સ્‍પર્ધકને રૂા.1200, દ્વિતીયને રૂા.1000, તૃતિયને રૂા.800 તથા દરેક સ્‍પર્ધકોને રૂા.500નું ઈનામ ડીબીટીના માધ્‍યમથી તેમના ખાતામાં મોકલાયું હતું.
આ રસોઈકળાનો ઉદ્દેશ સરકારી વિદ્યાલયોમાં બાળકોને સ્‍વાદિષ્‍ટ અને પૌષ્‍ટિક ભોજન ઉપલબ્‍ધ કરાવવાની સાથે રસોઈની નિપુણતા અને કાર્યશૈલીને પ્રોત્‍સાહિત કરવાનો હતો. આ કાર્યક્રમનું કુશળ સંચાલન દમણના પી.એમ.પોષણ યોજના અધિકારી શ્રી લવકુશ શર્માએ કર્યું હતું. પી.એમ.પોષણ યોજના અને જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગના કર્મચારીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનું મહત્ત્વનું યોગદાન આપ્‍યું હતું.

Related posts

વાપી-વલસાડ સહિત ગુજરાતના શહેરોમાં નવરાત્રી અટકાવીને ખેલૈયાઓએ ભારતના ‘રતન’ રતન ટાટાને શ્રધ્‍ધાંજલી અર્પી

vartmanpravah

વલસાડ જિલ્લામાં પ્રથમ તબક્કામાં 138 ગામોમાં ‘‘મારી માટી, મારો દેશ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલી તાલુકાના ફડવેલમાં વાસ્‍મોની નલ સે જલ યોજનામાં તકલાદી કામ સાથેભ્રષ્‍ટાચાર થવાનો ગામલોકોનો આક્ષેપ

vartmanpravah

દાનહ અને દમણ દીવ જિલ્લાના રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા ‘સ્‍વચ્‍છ ભારત’ કાર્યક્રમ 2.0 અંતર્ગત કરાયેલી સ્‍વચ્‍છતા

vartmanpravah

ચીખલી તાલુકામાં પોલીસે દોરી પતંગના સ્‍ટોલ પર છાપો મારી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને માંજાના કાચ કરોટી વેચતા 8ને ઝડપ્‍યા

vartmanpravah

સંતની સાચવણી માટે સંસ્‍કાર, સત્‍સંગ અને શિવ ભક્‍તિની જરૂરિયાત : મેહુલભાઈ જાની

vartmanpravah

Leave a Comment