Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તા.10મીએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતિમાં નવસારી જિલ્લાની તમામ વિધાનસભા વિસ્‍તારમાં નવનિર્મિત પી.એમ.આવાસોના ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍ય્‍ક્ષસ્‍થાને ઈ-લોકાર્પણ કાર્યક્રમ સંદર્ભે બેઠક યોજાઈ

નવસારી જિલ્લામાં 236 ગામના 3055 પી.એમ.આવાસ યોજનાના લાભાર્થીઓના આવાસોનું ઈ-લોકાર્પણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.08: પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્‍યભરમાં નિર્માણ કરાયેલા એક લાખથી વધુ પી.એમ. આવાસોનું તા.10મી ફેબ્રુઆરીના રોજ માન. વડાપ્રધાનશ્રી નરેન્‍દ્ર મોદીની વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતિ તથા માન.મુખ્‍યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્‍થિતીમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી સમગ્ર રાજ્‍યમાં ઈ-લોકાર્પણ/ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાનાર છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લાની તમામ ચાર વિધાનસભા વિસ્‍તારમાં પ્રધાનમંત્રી આવાસોના ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. જેના સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને નવસારી જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેકટરશ્રીએ દરેક વિધાનસભા વિસ્‍તારમાં ઈ-લોકાર્પણ કાર્યક્રમોમાં લાભાર્થીઓ સમયસર ઉપસ્‍થિત રહે તે માટે જે તે જિલ્લા નોડલ અધિકારીઓએ પ્રજાનાપ્રતિનિધિઓ સાથે પરસ્‍પર સંકલન કરીને કામગીરી કરવાનું સૂચન કર્યું હતું. ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં સાંસ્‍કળતિક કાર્યક્રમ, પીવાના પાણીની વ્‍યવસ્‍થા, કાર્યક્રમ સ્‍થળે લાભાર્થીઓને લાવવાની વ્‍યવસ્‍થા સહિત અન્‍ય આનુંષાગિક વ્‍યવસ્‍થા અંગે અમલીકરણ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્‍યું હતું.
તા.10 મી ફેબ્રુઆરીના રોજ યોજનાર ઈ-લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત જલાલપોર વિધાનસભા વિસ્‍તારમાં એરુ ચાર રસ્‍તા નવસારી કળષિ યુનિવર્સિતી ખાતે 68 ગામના 350 આવાસો, ગણદેવી વિધાનસભા વિસ્‍તારમાં નેશનલ ક્રિકેટ ગ્રાઉન્‍ડ ચીખલી ખાતે 55 ગામના 603 આવાસો, વાંસદા વિધાનસભા વિસ્‍તારમાં પી.એચ.સી ગ્રાઉન્‍ડ ઘોડમાળ ખાતે 116 ગામના 1856 આવાસો અને નવસારી વિધાનસભા વિસ્‍તારમાં ઓમ પાર્ટી પ્‍લોટ – મીરા નગર જમાલપોર ખાતે 26 ગામના 246 આવાસો મળી કુલ 3055 પ્રધાનમંત્રી આવાસોનું ઈ-લોકાર્પણ ધારાસભ્‍યોશ્રીઓ સહિત પદાધિકારીઓની ઉપસ્‍થિતિમાં યોજાશે.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પુષ્‍પ લતા, વાંસદા પ્રાયોજના વહીવટદાર આનન્‍દુ સુરેશ, નવસારી પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ, અધિક નિવાસી કલેકટરશ્રી કેતન જોષી, ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી યોગરાજસિંહ ઝાલા સહિતના ઉચ્‍ચ અધિકારીઓ ઉપસ્‍થિતરહ્યા હતા.

Related posts

દાનહ પોલીસ દ્વારા ગૌ ધનની ચોરી કરનાર બે આરોપીની ધરપકડ કરાઈ

vartmanpravah

વાપી આર.જી.એ.એસ. સ્‍કૂલમાં મેનેજમેન્‍ટ દ્વારા શિસ્‍ત માટે લવાયેલા પગલાથી વાલીઓમાં નારાજગી

vartmanpravah

પારડીમાં નવી તાલુકા કોર્ટ બિલ્‍ડીંગની મળી બાંધકામની મંજૂરી

vartmanpravah

વાપીથી સુરત જઈ રહેલી રિક્ષા ધરમપુર ચોકડી હાઈવે બ્રિજ પાસે પલટી મારી ગઈ : મુસાફરોનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

રૂા. ૪.૮૩ કરોડના ખર્ચે વાપી નોટીફાઇડ એરિયા જી. આઇ. ડી. સી. વિસ્તારમાં તૈયાર થયેલ આદ્યુનિક ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરતા રાજયના નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ

vartmanpravah

અમદાવાદના નિકોલ ખાતે અખિલ ગુજરાત પ્રજ્ઞાચક્ષુ મહિલા ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

Leave a Comment