October 15, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

દાનહના મુખ્‍ય કાર્યકારી અધિકારી અપૂર્વ શર્માએ પંચાયત મંત્રીઓ સાથે ઘન કચરો વ્‍યવસ્‍થાપન અંતર્ગત યોજેલી બેઠક

  • દાનહની તમામ ગ્રામ પંચાયતમાં તા.26મી જાન્‍યુ.202ર સુધી મિશન મોડમાં સફાઈ અભિયાન હાથ ધરવા અપૂર્વ શર્માએ કરેલો નિર્દેશ

  • બેઠકમાં ઔદ્યોગિક, હોટલ, દુકાનો, ચાલ માલિકો, વ્‍યક્‍તિગત ઘરગથ્‍થુ દ્વારા જાહેર સ્‍થળો પર નાંખવામાં આવતા કચરાના વ્‍યવસ્‍થિત નિકાલ અને વૈજ્ઞાનિક પ્રક્રિયા દ્વારા ખરડપાડા ગ્રામ પંચાયત વિસ્‍તારમાં આવેલા ઘન કચરો વ્‍યવસ્‍થાપન એકમ વિશે માહિતગાર કરી કચરાને જાહેર સ્‍થળો પર નિકાલ નહી કરવા અને કચરાનું વર્ગીકરણ કરી ભીનો અને સુખો કચરાને કચરા ગાડીમાં નાંખવા કરેલી અપીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29
દાનહ અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને ગરીબોના ઉત્‍થાન માટેના સતત પ્રયાસો તથા માનવીય અને સંવેદનશીલ અભિગમના કારણે આજરોજદાદરા નગર હવેલી જિલ્લાના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી અપૂર્વ શર્માના અધ્‍યક્ષ સ્‍થાને આજે તા.29/12/2021ના રોજ મામલતદાર ખાનવેલ કાર્યાલયમાં 12:30 કલાકે દપાડા, સુરંગી, આંબોલી, ખેરડી, ખાનવલ, રૂદાના, દુધની, કૌંચા, માંદોની અને સિંદોની ગ્રામ પંચાયતના પંચાયત મંત્રીઓ અને પઃ30 કલાકે દાદરા, નરોલી, ખરડપાડા, ગલોન્‍ડા, કિલવણી, રાંધા, સામરવરણી, મસાટ, સાયલી અને રખોલીના પંચાયત મંત્રીઓ સાથે વિકાસ અને આયોજન અધિકારીઓ દ્વારા ઘન કચરો વ્‍યવસ્‍થાપન અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
વહીવટી તંત્ર દ્વારા દાદરા નગર હવેલી અને દમણ-દીવ જિલ્લા, ગ્રામ પંચાયત ઘન અને પ્રવાહી કચરો(હેન્‍ડલિંગ અને મેનેજમેન્‍ટ) ઉપ નિયમ-ર0ર1 મુસદ્દો સૂચિત કરવામાં આવ્‍યું છે. જે અંગેની વિસ્‍તૃત માહિતી મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી અપૂર્વ શર્માએ ઉપસ્‍થિત તમામ પંચાયત મંત્રીઓને આપી હતી.
આ બેઠકમાં ઔદ્યોગિક, હોટલ, દુકાનો, ચાલ માલિકો, વ્‍યક્‍તિગત ઘરગથ્‍થુ દ્વારા જાહેર સ્‍થળો પર નાંખવામાં આવતા કચરાના વ્‍યવસ્‍થિત નિકાલ અને વૈજ્ઞાનિક પ્રક્રિયા દ્વારા ખરડપાડા ગ્રામ પંચાયત વિસ્‍તારમાં આવેલા ઘન કચરો વ્‍યવસ્‍થાપન એકમ વિશે માહિતગાર કર્યા હતા અને કચરાને જાહેર સ્‍થળો પર નિકાલ નહી કરવા અને કચરાનું વર્ગીકરણ કરી ભીનો અને સુખોકચરાને કચરા ગાડીમાં નાખવા માટે જણાવ્‍યું હતું. વિવિધ ઔદ્યોગિક, કેન્‍ટીનમાંથી નિકળતા ખોરાકના કચરાથી ખાતર બનાવવા માટે જાગૃત કરવા જણાવ્‍યું હતું.
દાદરા નગર હવેલીની તમામ ગ્રામ પંચાયતમાં તા.26/01/202ર સુધી મિશન મોડમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે એ અંગે શ્રી અપૂર્વ શર્માએ નિર્દેશ કર્યો હતો.

Related posts

દાનહ ઈન્‍ડિયન રિઝર્વ બટાલીયન દ્વારા રાઇઝીંગ ડે નિમિત્તે મેડિકલ અને રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

લોકસભા ચૂંટણી-2024ના સંદર્ભમાં આદર્શ આચારસંહિતાના ભાગરૂપે દમણમાં સર્વેલન્‍સ ટીમે એક સપ્તાહમાં 2.39 લાખની રોકડ અને 8.45 લાખનો જપ્ત કરેલો દારૂ

vartmanpravah

એસઆઈએ અને સરીગામ જીપીસીપી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની કરેલી ઉત્‍સાહભેર ઉજવણી

vartmanpravah

વાપી હોટલ પેપીલોન મહા રક્‍તદાન કેમ્‍પ યોજાયો: 483 યુનિટ રક્‍તદાન કરી રક્‍તદાતાઓએ કેમ્‍પ સફળ બનાવ્‍યો

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.માં રાષ્‍ટ્રીય ટીકાકરણ દિવસની ઉત્‍સાહપૂર્વક થયેલી ઉજવણી

vartmanpravah

દીવની ટ્રેડ યુનિયન એન્‍યુઅલ જનરલ મિટીંગ યોજાઈ

vartmanpravah

Leave a Comment