દમણ અને સેલવાસ શહેરમાં સંકલિત ટ્રાફિક સમસ્યા તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના, જાહેર વિતરણ પ્રણાલી (રાશન) અંગે કરેલી ચર્ચા-વિચારણા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.07
આજરોજ તા. 07/12/2021ના રોજ ડીએનએચ સિવિલ સોસાયટીના સભ્યોએ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન દમણ અને સેલવાસ શહેરમાં સંકલિત ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્મટની જરૂરિયાત અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન ટ્રાફિક ઉપરાંત, પ્રધાનમંત્રી આવાસ યોજના અને જાહેર વિતરણ પ્રણાલી (રાશન)ની યોજના ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી.જેમાં ડીએનએચ સિવિલ સોસાયટીના પ્રમુખ શ્રી સની ભિમરાએ દાદરા અને નગર હવેલીના ગ્રામીણ આદિવાસી વિસ્તારોમાં પ્રધાનમંત્રીઆવાસ યોજનાના અસરકારક અમલીકરણમાં સરકારી તંત્રને મદદ કરવા અંગે જણાવ્યું હતું. સર્વે કરીને આકારણી રિપોર્ટ દાખલ કર્યો હતો.