(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19
દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગને સોશિયલ મિડિયાના માધ્યમથી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાનવેલના એક શિક્ષક દ્વારા વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સામે શિસ્તભંગ કરતો વિડીયો મળ્યો હતો.
સ્વાભાવિક રીતે શિક્ષણ વિભાગ માટે અને શિક્ષણ પ્રણાલી માટે આ વિડીયો અત્યંત ગંભીર અને દુર્ભાગ્યપૂર્ણ છે. શિક્ષણ વિભાગને ધ્યાનમાં આવતા જ શિક્ષણ વિભાગ આ ગંભીર વિષયને ધ્યાનમાં લઈ વીડિયોની સત્યતાના સંદર્ભમાં આચાર્ય સાથે ચર્ચા કરતા હકીકત સામે આવી હતી. આ ગંભીર શિસ્તભંગ વ્યવહાર માટે હંગામી રૂપે કાર્યરત દોષી શિક્ષકને તરત અસરથી એમના પદ પરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામા આવ્યો છે.
વિશેષમાં આ આખી ઘટના માટે શાળાના આચાર્યને પણ જવાબદાર ગણી એમને પણ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.