સંઘપ્રદેશ ભાજપના પ્રભારી શ્રીમતી વિજ્યા રહાટકરે જણાવ્યું હતું કે, શિવસેના પ્રમુખ શ્રી બાળાસાહેબ ઠાકરેએ મહારાષ્ટ્રની બહાર ફક્ત એક જ જાહેરસભાને સંબોધી હતી, તે 1999માં સેલવાસમાં હતી. તે સમયે તેમણે આ પરિવારના આતંકને જડમૂળથી ઉખેડી નાંખવા આહ્વાન કર્યું હતું. જ્યારે આજે તેમના પોતાના વારસદારો આતંકને ટેકો આપતા જોવા મળે છે. પરંતુ દાદરા નગર હવેલીના લોકોએ નક્કી કર્યું છે કે, એક બાજુ આતંકનું ડબલ એન્જિન છે અને બીજી બાજુ ભાજપના વિકાસનું બેવડું એન્જિન છે, તેથી લોકોએ નિર્ણય લઈ લીધો છે કે હવે દાનહ પ્રદેશને ફરી ભય અને માફિયાગીરીના તાબે નહીં થવા દઈએ.