October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલી

ચીખલી માણેકપોરથી સુરખાઈ સુધી સ્‍ટેટ હાઇવે પર ઠેર-ઠેર તૂટેલી હાલતમાં ડીવાઈડર

તસવીર દિપક સોલંકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.31
ચીખલી તાલુકામાંથી પસાર થતો સાપુતારા નાશિક જતો સ્‍ટેટ હાઇવે પર ઠેર-ઠેર ડીવાઈડર તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે જ્‍યારે ચીખલીકોલેજ સર્કલથી લઈ માણેકપોર ગામ સુધી કરોડો રૂપિયાના ખર્ચે થયેલી નવનિર્મિત ડીવાઈડર જોવા મળી રહી છે જ્‍યારે ચીખલીથી સાપુતારા નાશિક સ્‍ટેટ હાઇવે જતા માણેકપોર ગામ સુધીજ નવનિર્મિત ડીવાઈડર બની રહેશે કે કેમ જ્‍યારે માણેકપોર ગામથી સુરખાઇ ગામની હદ સુધી ઠેર- ઠેર તૂટેલી હાલતમાં ડીવાઈડર જોવા મળી રહી છે.
જ્‍યારે ચીખલીથી સાપુતારા નાશિક જતો સ્‍ટેટ હાઇવે પર ચોવીસ કલાકમાં લાખો નાના-મોટા વાહનો અવર – જવર કરતા હોય છે જ્‍યારે ડીવાઈડર તૂટેલી હોવાથી અંદરના ભાગમાંથી માટી સાથે સળિયા બહાર આવી જવા હોવાથી માર્ગ પરથી વાહનો પસાર થતા અડચણ રૂપ સાબિત થઈ રહ્યા છે છતાં ચીખલી માર્ગ અને મકાન વિભાગ ધળતરાષ્‍ટ્રની ભૂમિકા ભજવી રહી છે.ડીવાઈડરમાંથી માથી બહાર આવવાથી નાના વાહનો સ્‍લીપ થવાની ભીતિ પણ સેવાઈ રહી છે ત્‍યારે તંત્ર આ બાબતે ગંભીરતપૂર્વક ધ્‍યાન આપી તૂટેલી ડીવાઈડરને મરામત કરાવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.

Related posts

ભાજપના સ્‍થાપના દિન નિમિત્તે વિશેષ

vartmanpravah

શ્રી જય અંબે સૌરાષ્‍ટ્ર સિનિયર સીટીઝ અને મહિલા મંડળના સહયોગથી શરદપૂર્ણિમા નિમિત્તે રાસ ગરબા યોજાયા

vartmanpravah

વાપી છરવાડા સ્‍થિત રાજ રાજેશ્વરી વિદ્યામંદિરમાં શાનદારવાર્ષિકોત્‍સવની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

ઓનલાઈન સાયબર ક્રાઈમમાં સંડોવાયેલા બે આરોપીની ધરપકડ કરતી દાનહ ક્રાઈમ બ્રાન્‍ચ

vartmanpravah

દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો આપેલો સંદેશ

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલે લોકોને કરેલું આહ્‌વાન

vartmanpravah

Leave a Comment