October 14, 2025
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

જિલ્લામાં MRP કરતાં વધુ કિંમત વસુલતા અને મેનુકાર્ડમાં જથ્‍થો નહીં દર્શાવતા 82 એકમોને રૂા.1.09 લાખનો દંડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરી વલસાડ દ્વારા જુલાઈથી સપ્‍ટેમ્‍બર-2022 દરમિયાન ધી લીગલ મેટ્રોલોજી એક્‍ટ-2009, ધી લીગલ મેટ્રોલોજી (પેકેજ કોમોડીટીસ) રૂલ્‍સ – 2011 અને ધી ગુજરાત લીગલ મેટ્રોલોજી (એન્‍ફો) રૂલ્‍સ – 2011 અન્‍વયે વિવિધ એકમોની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાંથી 8ર એકમો સામે ઉપરોક્‍ત કાયદા નિયમોનાં ભંગ બદલ કાર્યવાહી કરી જુદી-જુદી કલમ નિયમો હેઠળ રૂા.1,09,200/-નો દંડ વસુલાયો હતો. તેમજ વિવિધ એકમોનાં ચકાસણી મુદ્રાંકન કરી રૂા.43,75,055ની સરકારી ફી અંકે જમા કરાવેલ છે.
ઉપરોક્‍ત કચેરી દ્વારાજુલાઈથી સપ્‍ટેમ્‍બર-2022 દરમિયાન- (1) બાબુભાઈ એમ.ચૌધરી – ઈન્‍ડિયાપાડા, તા.ઉમરગામ (2) માં કળપા ડેરી ઉદવાડા તા.પારડી (3) જલારામ પ્રોવિઝન સ્‍ટોર જી.આઈ.ડી.સી. કોલોની તા.ઉમરગામ (4) અન્નપૂર્ણા સુપર સ્‍ટૉર – ઉંમરગામ (5) શ્રી ગાર્ડન બેકરી – ઉમરગામ (6) રામદેવ ડેરી – ઉંમરગામ (7) રઘુવિર કિરણા સ્‍ટોર કોલક તા.પારડી (8) દશામાં કિરાણા સ્‍ટોર બલીઠા, તા.વાપી સાથે દુધ-છાસ તથા ઠંડા પીણાના સીલબંધ પેકેટ ઉપર ઉત્‍પાદક પેકેટ દ્વારા દર્શાવવામાં આવેલા મહતમ વેચાણ કિંમત (MRP) કરતાં વધુ ભાવે લેવા બાબતે કાર્યવાહી કરવામાં આવી હતી.
પેકેજ કોમોડીટીસ રૂલ્‍સનાં ભંગ બદલ (1) વિનાયક કિરાણા સ્‍ટોર, ઈન્‍ડિયાપાડા તા.ઉમરગામ (2) ગુરુકળપા કિરાણા સ્‍ટોર, નરોલીફાટક તા.ઉમરગામ (3) સત્‍યમ કિરાણા સ્‍ટોર, કરજગામ તા.ઉમરગામ (4) કોલક કિરાણા, સરીગામ તા.ઉમરગામ (5) મહાદેવ પ્રોવિઝન સ્‍ટોર સરીગામ, તા.ઉમરગામ તેમજ (1) ગિરીરાજ કાઠીયાવાડી ભોજનાલય- નરોલી ફાટક ભીલાડ (2) હોટલ વેજ પ્‍લાઝા સરીગામ, તા.ઉમરગામ સામે મેનુકાર્ડમાં જથ્‍થો નહીં દર્શાવવા બાબતે તથા વજન માપનાં સાધનો ચકાસણી કરાવ્‍યા વગર ઉપયોગ કરવા બદલ (3) શ્રી વિષ્‍ણુ સૌ મીલ પરીયા રોડ પારડી (4) નિરવ ધ મોલ, ઓરવાડ, ઉદવાડા તા.પારડી (5) શ્રીઅંબે કોર્પોર્પોરશન, સરીગામ તા. ઉંમરગામ (6) આર કે.એન્‍ટર-ાઈસ, સરીગામ (7) પ્રકાશભાઈ ઍસ. નંદાની જી.આઇ.ડી.સી., ગુંદલાવ (8) મારૂતિ ટીંબર, જી.આઈ.ડી.સી., ગુંદલાવ (9) -તિકભાઈ આર. પટેલ જી.આઈ.ડી.સી., ગુંદલાવ તેમજ અન્‍ય એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
ઔધોગીક એકમ (1) આકેટ્‍સ ફોમ ઈન્‍ડસ્‍ટ્રીઝ પ્રા.લી.26/1 વલવાડા, તા.ઉમરગામ (ર) મે.શીલા ફુડ્‍સ-પ્‍લોટ નં-1601/8 જી.આઇ.ડી.સી. થર્ડ ફેઈઝ, ઉમરગામ સામે પેકેજ કોમોડીટીસ રૂલ્‍સ અનવ્‍યે રજીસ્‍ટ્રેશન નહીં કરાવવા અંગે કાર્યવાહી કરી રૂ.42,000/-નો દંડ વસુલ કરવામાં આવ્‍યો હતો.

Related posts

દમણવાડા ગ્રામ પંચાયત ભ્રષ્‍ટાચાર મુક્‍ત પારદર્શક શાસન સાથે વિકાસના કામોમાં પણ અગ્રેસરઃ સરપંચ મુકેશ ગોસાવી

vartmanpravah

શિક્ષણ અને રમતગમતના સમન્‍વયથી જ સંપૂર્ણ વ્‍યક્‍તિત્‍વનો વિકાસ શકય છેઃ રમતગમત અધિકારી મનિષ સ્‍માર્ત

vartmanpravah

કોરોનાના વધતા સંક્રમણને લઈ પ્રશાસનનો મોટો નિર્ણય : આગામી રવિવારથી વલસાડમાં રવિવારી બજાર બંધ

vartmanpravah

સરપંચ શંકરભાઈ પટેલની અધ્‍યક્ષતામાં ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ જીપીડીપી અંતર્ગત કડૈયા ગ્રામ પંચાયતની મળેલી ગ્રામસભા

vartmanpravah

વાપી સ્‍થિત આર.કે. દેસાઈ કોલેજમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી

vartmanpravah

લોકસભાની ચૂંટણીમાં વાંસદા વિધાનસભામાં સમાવિષ્‍ટ ચીખલી અને ખેરગામના ગામોમાં કોંગ્રેસની લીડ ઘટીઃ દબદબો યથાવત રહ્યો

vartmanpravah

Leave a Comment