October 15, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

કમોસમી વરસાદથી દમણમાં ખુશનુમા બનેલું વાતાવરણ : શુક્રવારે કેટલાક વિસ્‍તારોમાં વરસાદની આગાહી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18
કમોસમી વરસાદથી દમણમાં વાતાવરણ ખુશનુમા બનવા પામ્‍યું હતું. દક્ષિણ પヘમિ બંગાળની ખાડીમાં લો પ્રેશરનું ક્ષેત્ર યથાવત છે.આ સાથે અપર એરનું સાયક્‍લોનિક સરકયુલેશન 5.8 કિમીની ઉંચાઈ સુધી વિસ્‍તરી રહ્યુંછે. આ અસરને કારણે, 18 નવેમ્‍બર, ગુરુવારે, સંઘપ્રદેશ દમણ સહિત કેટલાક નજીકના વિસ્‍તારોમાં વરસાદ પડ્‍યો હતો.
મળતી માહિતી અનુસાર હવામાનશાષાીઓનું કહેવું છે કે, રાજ્‍યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફારના કોઈ સંકેત દેખાતા નથી. વરસાદનો વિસ્‍તાર મુખ્‍યત્‍વે દક્ષિણ છત્તીસગઢનો રહેશે અને કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ સહિત દક્ષિણ ગુજરાતમાં આંશિક વરસાદ પડશે. હવામાનશાષાીઓને વધુમાં જણાવ્‍યું હતું કે થોડા દિવસો બાદ હવામાન ખુલતાની સાથે જ ઠંડીમાં વધુ વધારો થશે.
ગુરુવારે સવારથી જ દમણ સહિત કેન્‍દ્રશાસિત પ્રદેશના વિવિધ વિસ્‍તારોમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. દમણના મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જો કે બુધવારની સરખામણીએ લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્‍યો નથી. હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર બંગાળની ખાડીમાંથી આ દિવસોમાં ખૂબ ભેજ આવી રહ્યો છે. આ સાથે લો પ્રેશરનો વિસ્‍તાર બન્‍યો છે. શુક્રવારે તેની અસરને કારણે કેટલાક વિસ્‍તારોમાં વરસાદની સંભાવના છે.

Related posts

દાનહમાં ઉમેદવારો અને ટેકેદારોની મંગળવાર સુધી આશા અને અજંપામાં ગુજરનારી રાતો

vartmanpravah

ઉમરગામ પાલિકા વિસ્‍તારમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્‍ય

vartmanpravah

અદાણી ગેસની બોગસ વેબસાઈટથી વાપીના બિલ્‍ડર પાસેથી રૂા.94.20 લાખની છેતરપિંડીકરનાર ગેંગનો પાંચમો આરોપી ઝડપાયો

vartmanpravah

બાળકોના કુપોષણને નાબૂદ કરવા સંઘપ્રદેશમાંથી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દમણવાડા ગ્રા.પં.ની તમામ આંગણવાડીમાં નોંધાયેલા કુપોષિત બાળકોની જવાબદારી લેતા નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવત

vartmanpravah

ડાંગના શિવરીમાળ ખાતે 300 હિન્દુ પરિવારો સનાતન સંસ્કૃતિમા જોડાયા

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment