Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજથી વાપી સહિત વલસાડ જિલ્લાની તમામ શાળાઓમાં દ્વિતિય સત્રનો પ્રારંભ : દિવાળી વેકેશન પૂર્ણ

20 ઓક્‍ટોબર ગુરુવારથી દિવાળી વેકેશનનો પ્રારંભ થયો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વાપી સહિત વલસાડ જિલ્લાની પ્રાથમિક તથા માધ્‍યમિક અને ઉચત્તર માધ્‍યમિક શાળાઓ આવતીકાલ તા.10 ને ગુરૂવારથી ખુલી જશે. શાળાના પરિસરો મેદાન અને વર્ગખંડોમાં બાળકોનો કિલ્લોલ ગુંજારવ શરૂ થઈ જશે. તા.20 ઓક્‍ટોબર ગુરૂવારથી જિલ્લાની શાળાઓમાં દિવાળી વેકેશનનો પ્રારંભ થયો હતો. 21 દિવસના વેકેશન બાદ આવતીકાલથી દ્વિતિય શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ જશે.
શૈક્ષણિક જગતમાં દ્વિતિય સત્ર ખાસ અગત્‍યનું હોય છે. ધો.9 માટે શોધ કસોટી 7 ફેબ્રુઆરીમાં લેવામાં આવશે તેમજ ધો.3 થી ધો.12ના વિદ્યાર્થીઓની શાળાઓમાં પરિક્ષા લેવામાં આવે છે. પ્રથમ સત્રમાં આ વર્ષે કુલ 104 દિવસો અને રજાના 21 દિવસો હતા. જ્‍યારે બીજા સત્રમાં શૈક્ષણિક કાર્યના 137 દિવસો છે. તેમજ રજાના 35 દિવસો છે. ઉલ્લેખનીય છે ખાનગી અને સી.બી.એસ.ઈ. સ્‍કૂલોએ સોમવારથી બીજા સત્રનો પ્રારંભ કરી દીધો હતો તેથી ગત સોમવારથી નાના ભુલકાઓ સ્‍કૂલોમાં જતા જોવા મળી રહ્યા હતા.

Related posts

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગના સહયોગથી દમણ રોટરી ક્‍લબે 76 શિક્ષકોને ‘નેશન બિલ્‍ડર એવોર્ડ’થી સન્‍માનિત કર્યા

vartmanpravah

વાપીના યુવાને એશિયન થાઈ બોક્‍સિંગ ચેમ્‍પિયનશીપમાં ભારત માટે ગોલ્‍ડ મેડલ જીત્‍યો

vartmanpravah

દાદરા નગર હવેલી વન વિભાગ દ્વારા મોરખલમાં આરક્ષિત જંગલની જમીન પર કબ્‍જો કરનાર બે વ્‍યક્‍તિની કરાયેલી ધરપકડ

vartmanpravah

મલાવ રેલવે ફાટક ઉપર મુસાફરો ભરેલી એસટી બસ ખોટકાતા થોડા સમય માટે સર્જાયેલો ભયનો માહોલ

vartmanpravah

વાપી બલીઠા હાઈવે ઉપર રેલવે પાટામાં કાર ફસાઈ જતા રેલ વહેવાર પ્રભાવિત થયો

vartmanpravah

દમણની ‘NIFT’નું ‘કન્‍વર્જ-2023’માં શાનદાર પ્રદર્શનઃ મળેલો પ્રતિષ્‍ઠિત જ્‍યુરી એવોર્ડ

vartmanpravah

Leave a Comment