October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદેશ

શ્રી દમણ જૈન સોશિયલ ગ્રુપ દ્વારા ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ પ્રભાબેન શાહના નામની જાહેરાત થતા સન્‍માન કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.15
શ્રી દમણ જૈન સોશિયલ ગ્રુપ દમણ દ્વારા ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ પ્રભાબેન સોભાગચંદ શાહના નામની જાહેરાત થતા તા.13.02.2022ના સન્‍માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
શ્રી દમણ જેન સોશિયલ ગ્રુપના પ્રેસિડેન્‍ટ શ્રી હર્ષદ શાહ સાથે જૈન સમાજના વડીલો શ્રી કેસરીભાઈ હરખચંદભાઈ શાંતિભાઈ, શ્રી વસંતભાઈ અને પૂર્ણિમાબેન મંચ ઉપર ઉપસ્‍થિત રહ્યા હતા.
નાવ્‍યા પીનલભાઈ શાહે ખુબ જ સરસ નવકાર મંત્ર કરી પ્રોગ્રામની શરુઆત કરી. મંચ ઉપર ઉપસ્‍થિત મહેમાનોએ પ્રભાબેન શાહનો ટૂંકમાં અને સરળભાષામાં પરિચય આપી સ્‍વાગતપ્રવચન કર્યુ હતુ. સભ્‍યોમાંથી નિમિષા, અનીતા, વર્ષા શાહ સીમા જૈન, પ્રજ્ઞા શાહ અને ખુશનુમાબેન પોતાના વક્‍તવ્‍ય આપીને શુભેચ્‍છા પાઠવી હતી. 92 વર્ષીય પ્રભાબેન શાહ અમારા જેન સમાજનું ગૌરવ છે. મહેકભાઈ તથા પૂર્ણિમાબેને શ્રીફળ-મોમેન્‍ટો આપી સ્‍વાગત કર્યુ હતું. જૈન સોશિયલ ગ્રુપ વતી પીનલભાઈ, રાજેશભાઈ, પ્રકાશભાઈ તથા રાજેન્‍દ્ર જૈન મોમેન્‍ટો આપી બહુમાન કર્યુ હતું.
પદ્મશ્રી પ્રભાબેને પોતાના વક્‍તવ્‍યમાં જૈન ધર્મ પ્રત્‍યેની ઉંડી લાગણી ધર્મ પ્રત્‍યેનો રાગ, જ્ઞાન વિશે જણાવ્‍યું હતું કે 1963માં મહિલા મંડળની સ્‍થાપના કર્યા પછી જૈન સમાજની બહેનો ફાળો વિવિધ પદ, કારોબારી સમિતિમાં અને સભ્‍ય તરીકે રહીને યોગદાન આવ્‍યું હતું. એમના જૂના સંસ્‍મરણોને યાદ કર્યા હતા. જેમાં નયનબેન એસ.શાહ, સુમતિબેન એસ. શાહ, રસીલાબેન કે. શાહ, પદમાબેન કે.શાહ, સુમતિબેન એસ.શાહ, કોકિલાબેન પી. શાહ, તરુણાબેન કે.શાહ, વીરુબેન એન.શાહ, પ્રમીલાબેન ટી. શાહનું વિવિધ રીતે યોગદાન રહ્યું હતું અનેક વાતો યાદ કરી હતી.
અંતમાં દર્શિત શાહેનો આભાર માન્‍યો અને સમસ્‍ત જૈન પરિવાર સ્‍વામી વાત્‍સલ્‍યનો લાભ લઈ છૂટા પડયા હતા.

Related posts

કરવડ સેન્‍ટ જોસેફ અંગ્રેજી માધ્‍યમની ધો.10નું 98.04 ટકા પરિણામ

vartmanpravah

ચીખલી તાલુકાના ઘેકટી ગામના વોર્ડ સભ્‍યો દ્વારા ગામમાં બનેલા ડામર અને આરસીસીના રોડના કામમાં ભ્રષ્ટાચાર બાબતે ટીડીઓ, ડીડીઓને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

થર્ટીફર્સ્‍ટ અને2023ના નવા વર્ષ નિમિત્તે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં પ્રવાસન સ્‍થળોએ પ્રવાસીઓનો ધસારો

vartmanpravah

અંતે ઓરિએન્‍ટલ ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીએ નમતું જોખી વલસાડમાં હંગામી ફટાકડાના વેપારીઓના વીમા લેવાનું શરૂ કર્યું

vartmanpravah

‘ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન (જીપીડીપી), સબકી યોજના, સબકા વિકાસ-2025-26′ અંતર્ગત આજે દમણવાડા ગ્રામ પંચાયતની યોજાનારી ગ્રામસભા

vartmanpravah

ઉદવાડા દરિયા કિનારેથી મળેલ શંકાસ્‍પદ પદાર્થ 6 કરોડનું ચરસ હોવાનું બહાર આવ્‍યું

vartmanpravah

Leave a Comment