January 16, 2026
Vartman Pravah
Breaking Newsનવસારી

વલસાડ નંદાવાલા હાઈવે ઉપર કાર-ટેમ્‍પો વચ્‍ચે ગમખ્‍વાર અકસ્‍માત : કટોકટ હાલતમાં કાર ચાલક સારવાર હેઠળ

 

વલસાડ હાઈવે ઉપર બીજા દિવસે બીજો અકસ્‍માત : મુંબઈ તરફ આવતી કાર ડીવાઈડર કુદી ટેમ્‍પાને ભટકાઈ કારનો ખુરદો થઈ ગયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01
વલસાડ નેશનલ હાઈવે નંદાવાલા ગામ પાસે આજે બુધવારે સવારે કાર અને ટેમ્‍પો વચ્‍ચે ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં કાર ચાલક યુવાન ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં સારવાર માટે ખસેડાયો હતો. કાર ડીવાઈડર કુદીને ટેમ્‍પા સાથે ભટકાતા કારનો કચ્‍ચરઘાણ વળી ગયો હતો.
ગંભીર અકસ્‍માતની વિગતો મુજબ વલસાડ હાઈવેનંદાવાલા ગામે સાસુમા હોટલ સામે મુંબઈ તરફથી આવી રહેલી કાર નં.એમએચ 04 એચયુ 0201ના યુવાન ચાલકે કાર ઉપર કાબૂ ગુમાવતા અમદાવાદ તરફથી આવી રહેલ ટેમ્‍પો નં.જીજે 18 બીટી 3526ને ડીવાઈડર કુદી કાર ધડાકાભેર અથડાઈ જતા ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો.
અકસ્‍માતમાં કારનો કચ્‍ચરઘાણ વળી ગયો હતો. હાજર સ્‍થાનિક યુવાન રાકેશ પટેલે પોલીસ અને 108ને સમય સુચકતા વાપરી ફોન કરી દેતા પોલીસ અને 108 ઘટના સ્‍થળે ધસી આવ્‍યા હતા. કારમાં ખરાબ રીતે ફસાયેલ કાર ચાલકને કટોકટ હાલતમાં બહાર કાઢી સિવિલ હોસ્‍પિટલ ખસેડાયો હતો.
ઉલ્લેખનિય છે કે, વલસાડ હાઈવે અકસ્‍માત ઝોન બની ગયો છે. મંગળવારે ટ્રીપલ અકસ્‍માત બાદ આજે બુધવારે વધુ એક ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. પોલીસે થોડો સમય ટ્રાફિક ડાયવર્ટ કરીને અકસ્‍માત ગ્રસ્‍ત વાહનો ખસેડયા હતા.

Related posts

મધ્‍ય પ્રદેશના બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્‍દ્ર શાસ્ત્રી સોમનાથ મહાદેવના શરણે

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની સોનેરી સિધ્‍ધિ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ ખાતે ભગવદ્‌ ગીતા જયંતિની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી

vartmanpravah

ઉમરગામ પાલિકાની જમીન ઉપર ડી.આઈ.એલ.આર દ્વારા માપણી હાથ ધરાતા દબાણકરનારાઓમાં ફફડાટ

vartmanpravah

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ, વાપી દ્વારા ‘‘યોગ- મહિલા સશક્‍તિકરણ -2024 આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ”ની ઉત્‍સાહસભર કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહની પેટા ચૂંટણીમાં કલાબેન ડેલકરનું ધનુષ્‍યબાણ કેવો લક્ષ્ય વેધ કરે તેના ઉપર તમામની નજર

vartmanpravah

Leave a Comment