October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવાપીસેલવાસ

વાપી સહિત વલસાડ જિલ્લામાં ભર શિયાળે ચોમાસુ બેઠયું : ઠેર ઠેર કમોસમી વરસાદ : એન.ડી.આર.એફ.ની ટીમ સ્‍ટેન્‍ડબાય

ડાંગર અને શાકભાજી પાકને વ્‍યાપક નુકસાન થતા જગતનો તાત ચિંતાતુર બન્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વલસાડ, તા.01
છેલ્લા બે દિવસથી વાતાવરણમાં થયેલા પલટાને લઈ વાપી સહિત વલસાડ જિલ્લામાં આજે બુધવારે ઠેર ઠેર કમોસમી વરસાદ પડયો હતો. ભર શિયાળે ચોમાસાનો માહોલપથરાઈ ગયેલો જોવા મળ્‍યો હતો.
ક્‍લાઈમેન્‍ટ ચેઈન્‍જની આડ અસરોને લઈ કુદરતી ઋતુચક્ર પણ બદલાઈ જતુ જોવા મળી રહ્યું છે. જેનો પરચો માનવ જાતને સર્વત્ર ધરતી ઉપર જોવા મળી રહ્યો છે તે અનુસંધાનમાં ડિસેમ્‍બર મહિનો એટલે ઠંડીના મહિનામાં વલસાડ જિલ્લામાં આજે કમોસમી વરસાદ વરસતો જોવા મળ્‍યો હતો. કમોસમી વરસાદથી સીધી આડ અસર જગતના તાત ઉપર પડી છે.
ડાંગરનો માલ તૈયાર બગડી ચૂક્‍યો છે તો બીજી તરફ શાકભાજીના પાકોમાં પણ કમોસમી વરસાદથી વ્‍યાપક નુકશાન થયું છે. છેલ્લા બે દિવસથી સૂર્યનારાયણના દર્શન બંધ છે. વાતાવરણમાં ઠંડક પ્રસરવાની સાથે આખો દિવસ ઝરમર-ઝરમર વરસાદ જિલ્લામાં પડતો રહ્યો. અગમચેતીના ભાગ રૂપે વહીવટી તંત્રએ પણ એન.ડી.આર.એફ.ની ટીમ સ્‍ટેન્‍ડબાય કરી છે.

Related posts

શ્રી ભાવભાવેશ્વર મહાયજ્ઞ સમિતિ વાપીના ઉપક્રમે તા.07 થી 13 જાન્‍યુઆરીમાં શ્રી શિવ-શક્‍તિ મહાયજ્ઞ યોજાશે

vartmanpravah

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડના મરલા ગામે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ

vartmanpravah

યુક્રેનમાં ફસેલી દમણની વિદ્યાર્થીની કુ.માનસી શર્મા એર ઈન્‍ડિયાના વિશેષ ફલાઈટથી દિલ્‍હી પહોંચતા પરિવાર સહિત પ્રદેશને થયેલી હૈયાધરપત

vartmanpravah

દાનહમાં રાજસ્‍થાન યુવા સેવા સંઘ દ્વારા યોજાયેલા રક્‍તદાન શિબિરમાં 90 યુનિટ રક્‍ત એકત્ર

vartmanpravah

દત્તક ગ્રહણ સંસ્‍થા દ્વારા નિવાસી નાયબ કલેક્‍ટર ચાર્મી પારેખના હસ્‍તે બાળકને દત્તક અપાયું

vartmanpravah

Leave a Comment