October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

પોષણ અભિયાન અંતર્ગત સ્‍વસ્‍થ બાલક-બાલિકા સ્‍પર્ધા યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.16: વલસાડ જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત સ્‍વસ્‍થ બાળકની ઓળખ અને ઉજવણી ઉપર ભાર મૂકવાના સંદર્ભે તા.21 થી 27મી માર્ચ, 2022 સુધી શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારના 0 થી 6 વર્ષના તમામ બાળકો માટે સ્‍વસ્‍થ બાલક-બાલિકા સ્‍પર્ધા યોજી બાળકોના આરોગ્‍ય અને પોષણની સ્‍થિતિ સુધારવા માટે માતા-પિતા/ વાલીઓમાંસ્‍પર્ધાત્‍મક લાગણી ઉત્‍પન્ન થાય અને કોમ્‍યુનીટિ મોબિલાઇઝેશનની સાથે લોકોમાં જાગૃતિ લાવવામાં આવશે. પોષણ ટ્રેક્‍ર એપ ઉપર ઓનલાઇન મોડયુલ સ્‍પર્ધા માટેનું પ્‍લેટફોર્મ રહેશે. જિલ્લાના આંગણવાડી કેન્‍દ્રો, ઘર, પંચાયત, શાળાઓ, ખાસ શિબિરો, પી.એચ.સી. જેવા સ્‍થળો ઉપર સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવશે.
આ સ્‍પર્ધા અંતર્ગત સેલ્‍ફ મોડમાં પણ 2 થી 6 વર્ષની વયના બાળકો માટે ઉપલબ્‍ધ રહેશે. માતા-પિતા, વાલીઓ બાળકની ઘેર બેઠા ચાઇ અને વજન માપી અને ઓનલાઇન એપ્‍લીકેશન ઉપર ડેટા અપલોડ કરી શકશે. જો બાળક સ્‍વસ્‍થ છે., તો એપ્‍લીકેશનમાં પ્રમાણપત્ર જનરેટ થશે અને માતા-પિતા-વાલીઓ તેને ડાઉનલોડ કરી શકશે, એમ આઇ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર દ્વારા જણાવાયું છે.

Related posts

દાનહ અને દમણમાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકને નુકસાન : ઠંડા પવનને કારણે ઠંડીનો અહેસાસ

vartmanpravah

અતિવૃષ્‍ટિના કારણે વલસાડ તાલુકાની શાળા, કોલેજો બંધ રહી

vartmanpravah

સમગ્ર શિક્ષણ અંતર્ગત પ્રાથમિક ગુજરાતી શાળા તિનોડામાં માઁ-બેટી મેળાનું કરાયેલું આયોજન

vartmanpravah

લોકસભા ચૂંટણી-૨૦૨૪ના સંદર્ભમાં આદર્શ આચારસંહિતાના ભાગરૂપે દમણમાં સર્વેલન્‍સ ટીમે એક સપ્તાહમાં 13.23 લાખની રોકડ અને 5.80 લાખનો જપ્ત કરેલો દારૂ

vartmanpravah

177 વાંસદા વિધાનસભા બેઠક પર આપ પાર્ટીના ઉમેદવાર પંકજ પટેલ દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્રક રજૂ કર્યું 

vartmanpravah

દીવમાં જલારામ જયંતીની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

Leave a Comment