October 15, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ મહેસૂલ વિભાગ દ્વારા સિંદોની પંચાયત ખાતે શિબિર યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.10
દાદરા નગર હવેલીના સિંદોની પંચાયત ખાતે ખાનવેલ મહેસૂલ વિભાગ દ્વારા આરડીસી અને મામલતદારની ઉપસ્‍થિતિમાં શિબિરનું આયોજન 18 ડિસેમ્‍બરના રોજ સવારે 10.00 વાગ્‍યાથી સાંજે 5:00 વાગ્‍યા દરમ્‍યાન પ્રાથમિક મરાઠી શાળા સિંદોની મસ્‍યાપાડા ખાતે આયોજીત કરવામા આવશે. જેમાં મહેસૂલ વિભાગની અલગ અલગ સેવાઓ જેવી કે ડોમિસાઇલ, જાતિના અને આવકના દાખલાઓ માટે અરજીઓ, વારસાઈ પ્રક્રિયા, નકશા, આધારકાર્ડની અરજી, પેન્‍શન યોજનાની અરજી, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, વિદ્યુત વિભાગની અરજી, અનાજ પુરવઠા વિભાગની અરજી, ગીર આદર્શ આજીવિકા યોજનાની અરજી અને અન્‍ય વિભાગને લગતા વિષયો બાબતે અરજીઓ સ્‍વીકારવામા આવશે.
મહેસૂલ વિભાગની સેવાઓ ઉપરાંત અન્‍ય વિભાગોની અરજીઓ પણ સ્‍વીકારવામા આવશે. સિંદોની પંચાયતમાં આવતા બેસદા, ખેડપા, સિંદોની અને બેડપા ગામના જાહેર જનતાને આ શિબિરનો લાભ લેવા અનુરોધ કરવામા આવ્‍યો છે.

Related posts

નવા કાયદાના વિરોધમાં ચીખલીમાં સતત બીજા દિવસે પણ ટ્રક ચાલકોની હડતાળ યથાવત

vartmanpravah

સાંભળો સાંસદ મહોદય… ..એટલે જિલ્લા પંચાયત અને સરપંચોએ પ્રધાનમંત્રી અને પ્રશાસકશ્રીનો આભાર માનતો પ્રસ્‍તાવ રજૂ કર્યો

vartmanpravah

સેલવાસની નમો મેડિકલ કોલેજમાં નોકરી અપાવવાના બહાને લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડીઃ બે વ્‍યક્‍તિઓની પોલીસે કરેલી અટકાયત

vartmanpravah

વાપી યુ.પી.એલ. મુક્‍તિધામને 6 વર્ષ પુરા થયા: 4763 જેટલા મૃતદેહોના અગ્નિ સંસ્‍કાર કરાયા

vartmanpravah

દીવ જિલ્લા ભાજપે રાષ્‍ટ્રીય સફાઈ કર્મચારી આયોગના પ્રમુખ એમ. વેંકટેશનની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દાનહ જિ.પં.ના સભાખંડમાં મુખ્‍ય કાર્યકારી અધિકારી અપૂર્વ શર્માએ ઔદ્યોગિક સંગઠનના પ્રતિનિધિઓને ઘન કચરા વ્‍યવસ્‍થાપનની આપેલી સમજ

vartmanpravah

Leave a Comment