Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા બુલેટ ટ્રેન અને ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરની માહિતી અંગે વિશેષ સેમિનાર યોજાયો

વાપીમાંથી પસાર થતાં દેશને ઉપયોગી બને એવા બે વિશાળ પ્રોજેક્‍ટ પૈકી બુલેટ ટ્રેન (હાઈ સ્‍પીડ રેલ) અને ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરના ઉચ્‍ચ અધિકારીઓ દ્વારા બંને પ્રોજેક્‍ટની વૈજ્ઞાનિક ગુણવત્તાઓ વિશે વિસ્‍તૃત જાણકારી અપાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: તા.3જી માર્ચ 2023ના રોજ સેન્‍ટર ઓફ એક્‍સલન્‍સ ખાતે એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં વાપીમાંથી પસાર થતાં દેશને ઉપયોગી બને એવા બે વિશાળ પ્રોજેક્‍ટ પૈકી બુલેટ ટ્રેન (હાઈ સ્‍પીડ રેલ) અને ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરના ઉચ્‍ચ અધિકારીઓ દ્વારા વિસ્‍તૃત જાણકારી આપી અને સાથે સાથે આ બંને પ્રોજેક્‍ટની વૈજ્ઞાનિક ગુણવત્તાઓ વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી.
આ સેમિનારમાં ઈએવીના પ્રમુખ શ્રી પાર્થિવ મહેતાએ સર્વેનું સ્‍વાગત કર્યું અને છેલ્લા પાંચ મહિનાથી એમની ટીમ દ્વારા સતત પ્રયાસો બાદ એલએન્‍ડટી હેવી કન્‍સ્‍ટ્રકશન અને ડીએફસીસીઆઈએલ દ્વારા ઈએવીના પ્‍લેટફોર્મ પર સભ્‍યોને ટેકનિકલી જ્ઞાન મળી રહેવા તેવા ઉદ્દેશથી જ્ઞાન ઉપયોગીતા માટે આ બંને સંસ્‍થાઓ હાજર રહી હતી.
એલએન્‍ડટી હેવી કન્‍સ્‍ટ્રકશનના પ્રોજેક્‍ટ ડાયરેક્‍ટર શ્રી રાકેશકુમાર ઝા અને એમના સાથી ડીજીએમ પ્‍લાનિંગ શ્રી હેમાંશુ નાગર દ્વારા બુલેટ ટ્રેનની વિશેષતા, ટેકનોલોજી, રાષ્‍ટ્ર નિર્માણ અંગે ખૂબ જ ઝીણવટભરી માહિતી પાવર પોઈન્‍ટ પ્રેઝેન્‍ટેશન દ્વારા બતાવવામાં આવતા ઉપસ્‍થિતો મંત્રમુગ્‍ધ બની ગયા હતા અને માટી પરીક્ષણ માટે જીઓ ટેકનોલોજી લેબોરેટરી જે વિશ્વમાં સર્વ પ્રથમવાર આ સ્‍તરે પ્રોજેક્‍ટ માટે સ્‍થાપવામાં આવી એ અંગે પણ વિસ્‍તૃત ચર્ચા કરી હતી.
ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરના ચીફ જનરલ મેનેજર શ્રીવિકાસ કુમાર અને એડિશ્નલ જીએમ રાઈટ્‍સના શ્રી સંજીવ રજોરીયા અને આસિસ્‍ટન્‍ટ એન્‍જિનિયર્સ બ્રિજ શ્રી ગિરીશભાઈ રામાતકર દ્વારા માત્ર રેલવેના કાર્ગો લઈ જતી નવી રેલવે લાઈન જે હરિયાણાના દાદરીથી વાયા ગુજરાત થઈને મુંબઈ સુધી જતી ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરના ટેકનોલોજી વિશે પ્રોજેક્‍ટર સ્‍લાઈડ્‍સ દ્વારા ખૂબ જ મહત્ત્વપૂર્ણ વિષયો ઉપર વિસ્‍તૃત માહિતી ઉપસ્‍થિત એન્‍જિનિયરોને આપી હતી.
આ સેમિનારમાં મુખ્‍ય મહેમાન તરીકે ઈન્‍ડિયન કોસ્‍ટગાર્ડ દમણના ચીફ એર ટ્રાફિક કન્‍ટ્રોલર કમાન્‍ડન્‍ટ શ્રી શ્‍યામ સુંદરજી અને અતિથિ વિશેષ તરીકે યુપીએલ હેડ રોબોટિક્‍સ વિભાગના શ્રી પ્રદિપ કોલાટકર અને યુનિફોસ એન્‍વાયરો ટોનિકના વાઈસ પ્રેસિડેન્‍ટ શ્રી વિજય પાંડે ઉપસ્‍થિત રહ્યા હતા.
આ સેમિનારમાં ઈએવીના ટ્રસ્‍ટી અશોકભાઈ શાહ, સી.ડી. મહેતા, અરૂણ અગરકર, પૂર્વ પ્રમુખ જયેશભાઈ ઘાટલિયા, તરૂણ ખંડેડિયા, રૂચિર જાની, પ્રોજેક્‍ટ ચેરમેન સંતોષ સદાનંદન, ઉપપ્રમુખ અંબાલાલ બાબરીયા, સેક્રેટરી કમલેશ લાડ, જોઈન્‍ટ સેક્રેટરી વિવેક મડિયા, ખજાનચી કલ્‍પેશ બથીયા તથા કમિટિ સભ્‍યો મિતેશ શ્રોફ, પંકજ દામા, બંકિમ અમીન, સુધીર ચૌધરી, ધર્મેશ કાપડિયા વગેરે હાજર રહ્યા હતા.
120થી વધારે સભ્‍યો, મહેમાનો સાથે એક ઐતિહાસિક સેમિનારના આયોજન માટે એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપીનાઈસી સભ્‍યોએ ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.

Related posts

વાપી બગવાડા ટોલનાકા નજીક વાપી તરફની લાઈન ઉપર પડેલા ખાડા અને તૂટેલા રોડ અંગે ઉચ્‍ચ રજૂઆત

vartmanpravah

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલે કુપોષણ દૂર કરવા માટે પ્રશાસન દ્વારા ઉઠાવવામાં આવી રહેલા પગલાંની કરેલી પ્રશંસા

vartmanpravah

વાપી જીપીસીબીએ આગના બનાવો રોકવા કરવડ, ડુંગરા પંચાયત અને પાલિકા પાસે ગોડાઉનો પરવાનગી અંગેની નકલો મંગાવી

vartmanpravah

દાનહ પોલીસે વાહનચોરીના કેસમાં આરોપી કૃષ્‍ણા દેવીશંકર વર્માની પનવેલથી કરેલી ધરપકડ

vartmanpravah

દીવ નગરપાલિકાના અધ્‍યક્ષ તરીકે હેમલતાબેન સોલંકીની કરાયેલી નિમણૂક

vartmanpravah

દમણ ન.પા.એ શહેરને પ્‍લાસ્‍ટિક અને ગાર્બેજ મુક્‍ત કરવા શરૂ કરેલું અભિયાન

vartmanpravah

Leave a Comment