October 16, 2026
Vartman Pravah
Breaking Newsવલસાડ

એ.બી.વી.પી. દ્વારા વલસાડ કોલેજ કેમ્‍પસમાં યોજાયેલ ફ્રેસર પાર્ટીમાં હજારો વિદ્યાર્થીઓ એકઠા થયા

કોરોના ગાઈડ-લાઈનનો કરેલો સરેઆમ ભંગઃ વિદ્યાર્થીઓએ માસ્‍ક સુધ્‍ધા પહેર્યા નહોતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30
વલસાડ જિલ્લામાં કોરોના ફરી માથુ ઊંચકી ચૂક્‍યો છે. ત્રીજી લહેર દસ્‍તક લઈ રહી છે ત્‍યારે વલસાડ તિથલ રોડ ઉપર એ.બી.વી.પી. દ્વારા યોજાયેલ ફ્રેસર પાર્ટીમાં હજારો વિદ્યાર્થીઓ ઉમટી પડયા હતા. કોરોના ગાઈડ-લાઈનના વિદ્યાર્થીઓ અને આયોજકો દ્વારા ધજાગરા ઉડાવવામાં આવ્‍યાહતા.
તિથલ રોડ વલસાડ ખાતે આવેલ કોલેજ કેમ્‍પસમાં આજે ગુરૂવારે એ.બી.વી.પી. દ્વારા ફ્રેસર પાર્ટીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. પરંતુ વિદ્યાર્થીઓને કોરોનાનો કોઈ ડર ના હોય તેમ હજારોની સંખ્‍યામાં પાર્ટીમાં ઉપસ્‍થિત રહી કોરોના ગાઈડ-લાઈનના સરેઆમ ધજાગરા ઉડાવેલા જોવા મળ્‍યા હતા. જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના કેસ ફરી વધી રહ્યા છે. વહીવટી અને આરોગ્‍ય તંત્ર દોડધામમાં છે તો પણ વિદ્યાર્થીઓએ જાહેર ફંકશન પાર્ટી યોજીને કોરોનાને જાહેર આમંત્રણ આપી રહ્યા છે. હદ તો ત્‍યારે થાય છે કે ઉપસ્‍થિત વિદ્યાર્થીઓ માસ્‍ક સુધ્‍ધા પહેર્યા નહોતા. હજુ શાળા-કોલેજો 50 ટકા હાજરી સાથે ઓફલાઈન-ઓનલાઈન શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે તેની પણ વિદ્યાર્થીઓએ નોંધ સુધ્‍ધા લીધેલી જોવા મળી નહોતી.

Related posts

પ્રશાસકપ્રફુલભાઈ પટેલની સીધી વાત સંઘપ્રદેશમાં શરૂ થયેલી શૈક્ષણિક ક્રાંતિથી ભાવિ પેઢીને પોતાના નવા સપનાને સાકાર કરવા અનેક અવસરો મળશે

vartmanpravah

ભીલાડ પોલીસ વાહન ડીટેન યાર્ડમાં આગ લાગીઃ 20 જેટલા વાહનો આગની લપેટમાં

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા અથાલ અને નરોલીમાં ગેરકાયદે બાંધકામો દુર કરાયા

vartmanpravah

દાનહ કોંગ્રેસમાં અમોલ મેશ્રામ બન્‍યો સેવાદળનો મુખ્‍ય સંગઠક

vartmanpravah

ધરમપુર રાજચંદ્ર હોલમાં ભાજપ દ્વારા દિવાળી સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાયો : ધારાસભ્‍ય સહિત મંડળના હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah

પારડી એપીએમસી મંડપનો કેરી ચોર ઝબ્બે

vartmanpravah

Leave a Comment