January 16, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

ખાનવેલ ખાતે વન વિભાગે વાયરલ વીડિયોના માધ્‍યમથી ખેરના લાકડાના તસ્‍કરને મુદ્દામાલ સહિત ઝડપી પાડયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30
ખાનવેલ ખાતે વન વિભાગે વાયરલ વીડિયોના માધ્‍યમથી ખેરના લાકડાના તસ્‍કરને મુદ્દામાલ સાહિત ઝડપી પાડયો છે ખેરના કુલ 7735 કિલો માલ જેની અંદાજીત કિંમત 4.25 લાખ હોવાનું જાણવા મળ્‍યુ છે આરોપી પર અગાઉ પણ વન વિભાગ તેમજ પોલીસ કેસ હોવાનુ જાણવા મળ્‍યુ છે.
પ્રાપ્ત વિગત મુજબગત 28ડિસેમ્‍બરના દિને એક વાયરલ વિડીયો વન વિભાગ દાનહના અધિકારી સમક્ષ આવ્‍યો હતો. જેને લઈ અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. વીડિયોમાં નજરે ચડનાર કેટલાક લોકો ખેરના ઝાડ કાપી એના લાકડાની સફાઈ કરતા દેખાઈ રહ્યા હતા.
વીડિયોમા નજરે ચડતા લોકોની ઓળખ કર્યા બાદ આરોપી નિસાર કાસીમ કાળીયા (ઉ.વ.55)ને ત્‍યા છાપો માર્યો હતો. ઘટના સ્‍થળે જઈ જોતા ગોપજી મહાદુ વળવી નામક બીજા એક આરોપીના ઘર નજીકના માલિકીના 19 જેટલા ખેરના ઝાડ વગર પરમિશને કાપી નાખ્‍યા હતા અને એની સફાઈ કરી રહ્યા હતા. એ વિડીયો વાયરલ થયો હતો. જેમા આરોપી નિસાર કાળીયા ખેરના લાકડાની સફાઈ કરાવતા નજરે ચડી રહ્યો છે.
ફોરેસ્‍ટ એકટ મુજબ ગુન્‍હો નોંધી ખાનવેલ પોલીસની મદદથી આરોપીની ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કર્યો હતો.ખેરના 7735 કિલો લાકડાની અંદાજીત કિંમત 4.25 લાખની થાય છે વધુ તપાસ આરએફઓ ધવલ ગાવિતે હાથ ધરી છે.

Related posts

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષકો માટે આયોજીત તાલીમનું મસાટ હાઈસ્‍કૂલ ખાતે સમાપન

vartmanpravah

મરોલી કોળીવાડ અને તળગામ ગામના માથે આવી પડેલી બીમારી નોતરે એવી ગંભીર આફત

vartmanpravah

જિલ્લા માહિતી કચેરી વલસાડ ખાતેથી કારર્કિદી માર્ગદર્શન વિશેષાંક મળશે

vartmanpravah

આજે નાણા-ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત સરકારનું બજેટ રજૂ કરશે

vartmanpravah

વાપી કોંગ્રેસ દ્વારા ઓવરબ્રિજ પાડવાના મામલે કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવી અસરકર્તા માટે વળતરની માંગ

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવમાં ‘બિચ ગેમ્‍સ-2024’નો શાનદાર પ્રારંભ

vartmanpravah

Leave a Comment