(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: વલસાડના છીપવાડ સ્થિત શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરમાં 150 વર્ષથી શરદ મહોત્સવની ઉજવણી થાય છે. ત્રણ દિવસ સુધી ઉજવાતા શરદ મહોત્સવમાં શ્રી રાજજી શ્યામજીની સેવાને નીજ મંદિરમાંથી રાસ મંડળમાં પધરામણી કરવામાં આવે છે. આ વર્ષે પણ પ્રણામી સંપ્રદાય દ્વારા મંદિરના પ્રાંગણમાં શ્રી કૃષ્ણની વૃજલીલાના ગરબા રાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં દેશ વિદેશથી પધારેલા સંપ્રદાયનાઅનુયાયીઓએ મંદિરમાં પુજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. મોડી રાત સુધી ભક્તોએ શ્રી કૃષ્ણની વૃજલીલાનાં ગરબા-રાસનો લ્હાવો લીધો હતો. આ શરદ મહોત્સવની ઉજવણીમાં ભીડભંજન મહાદેવ મંદિરના મહંત શિવજી મહારાજે ખાસ ઉપસ્થિત રહી પ્રણામી સંપ્રદાયના કોરોનાકાળ દરમિયાનની સેવાકીય પ્રવૃતિઓને બીરદાવી હતી.
