Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસના સાંઈધામ સોસાયટીમાંથી પાંચમા માળેથી યુવતીએ છલાંગ લગાવતા ઈજા થતાં સારવાર હેઠળ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.10 : સેલવાસના સાંઈધામ સોસાયટીમાં રહેતી એક યુવતીએ કોઈક અગમ્‍ય કારણોસર પાંચમા માળેથી કૂદકો માર્યો હતો. જેમાં નીચે જોરદાર રીતે પટકાતા તેણીને ભારે ઈજાગ્રસ્‍ત થઈ હતી તેથી તાત્‍કાલિક સારવાર અર્થે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર હિમાંશી જયસીંગ (ઉ.વ.23)એ કોઈક અગમ્‍ય કારણોસર સેલવાસના સાંઈધામ સોસાયટીના બિલ્‍ડિંગના પાંચમા માળેથી કુદકો મારી આત્‍મહત્‍યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં હાથ અને પગમાં જ ઇજા થતાં ચમત્‍કારિક રીતે બચાવ થયો હતો. આ યુવતી નીચે પટકાતા સોસાયટીના લોકો દોડી આવ્‍યા હતા અને ઈજાગ્રસ્‍ત થયેલી યુવતીને સારવાર અર્થે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં આઈ.સી.યુ.માં દાખલ કરવામાં આવી છે. આ યુવતીએ કયા કારણોસર આત્‍મહત્‍યાનો પ્રયાસ કર્યો છે એ જાણી શકાયું નથી. હિમાંશીએ કોલેજ સુધીનો અભ્‍યાસ પૂર્ણ કરી હાલમાં ઘરે જ પરિવાર સાથે રહે છે. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુતપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

પારડી તાલુકાના ક્‍લસર ગામમાં તા.6 અને 7 જાન્‍યુઆરી 2023 ના રોજ કલસર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

દમણના સરકારી કચીગામ ફાર્મ ખાતે આયોજીત કૃષિ મહોત્‍સવમાં સંઘપ્રદેશે કૃષિ ક્ષેત્રે ભરેલી હરણફાળના થયેલા દર્શન

vartmanpravah

પપ્‍પાને એક ભાવભીની અંજલિ

vartmanpravah

નવસારી વેજલપોર ખાતે મરાઠી પ્રાથમિક શાળામાં બેંક ઓફ બરોડા દ્વારા ચિત્રકલા સ્‍પધાનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

મસાટમાં જ્‍વેલર્સની દુકાનનું તાળુ તોડી સોના-ચાંદીના ઘરેણાંની ચોરી

vartmanpravah

‘પુરુષાર્થમાં જ વ્‍યક્‍તિનું સાચું ભાગ્‍ય છૂપાયેલું છે, નહીં કે હસ્‍તરેખામાં’

vartmanpravah

Leave a Comment