(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.17
બાલમેર લોરી એન્ડ કો લીના સીએસઆર પ્રવળત્તિ અંતર્ગત સ્વદીપ સંસ્થા દ્વારા સેલવાસ ખાતે સાયલી અને ખડૉલી ગામોમાં આવેલ આંગણવાડી અને શાળા સાથે અનુક્રમે પૂર્વ પ્રાથમિક શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય જાગળતિની પ્રવુતિઓ અને કાર્યક્રમો કરવામા આવે છે.
આંગણવાડી કાર્યકર્તાઓની નિયમિત તાલીમ અંતર્ગત આંગણવાડી કાર્યકર્તાઓને પાર્થો ચેટર્જી બાલમેર લૉરી અધિકારી દ્વારા મોટીવેશનલ ગિફ્ટ આપી તેઓના કાર્યને પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા.
આંગણવાડી કાર્યકર્તાઓની ક્ષમતા નિર્માણ માટે આયોજિત આ તાલીમમાં પાર્થો સાહેબ દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં ઉપયોગી ટીચિંગ લર્નિંગ મટીરીઅલ્સનું પણ વિતરણ કરવામા આવ્યું હતું. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓને કોરોના વાયરસના સંક્રમણથી બચવા જરૂરી માસ્ક અને હેન્ડ સેનિટાઇઝર્સ આપવા સાથે તેના યોગ્ય વપરાશ વિષે જાગળત કરવામા આવ્યા હતા.