October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

દમણ ભેંસલોર કોળીવાડ ખાતે દુણેઠા પંચાયત દ્વારા દિવસની ચૌપાલ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
દમણ, તા.0પ
આજરોજ નાની દમણના ભેંસલોર-કોળીવાડ ખાતે ગોતરેજ માતાના મંદિરમાં દુણેઠા પંચાયત દ્વારા દિવસની ચૌપાલનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પ્રશાસન દ્વારા સોલિડ વેસ્‍ટ (હેન્‍ડલીંગ એન્‍ડ મેનેજમેન્‍ટ) બાયલોઝ 2021 ની જાણકારી આપવામાં આવી. આ ચૌપાલમાં સરપંચ શ્રીમતી સવિતાબેન ભરતભાઈ તથા પંચાયત સેક્રેટરી શ્રીમતી અમિતા પટેલ સહિત ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.
આ ચૌપાલ દરમ્‍યાન ગામના લોકોને ઉત્‍પન્ન કચરાની વિવિધ શ્રેણીઓ જેવી કે બાયો ડિગ્રેડેબલ વેસ્‍ટ, નોન બાયોડિગ્રેડેબલ વેસ્‍ટ, પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ, જોખમી કચરો, બાયો મેડિકલ વેસ્‍ટ, કન્‍સ્‍ટ્રક્‍શન અને ડિમોલિશન વેસ્‍ટ અંગે જાણકારી આપવામા આવી હતી. પંચાયત ક્ષેત્રમાં સ્‍વચ્‍છતા અંગે દેખભાળ માટે પંચાયત દ્વારા બનાવવામા આવેલ વોટ્‍સએપ ગ્રુપ અંગે પણ જાણકારી આપવામા આવી હતી. જેમાં સરપંચ, ચૂંટાયેલા સભ્‍ય અને પંચાયત સચિવ સામેલ છે.
ઉપરાંત ગ્રામજનોને સૂચનાત્‍મક પેમ્‍ફલેટ પણ વિતરણ કરવામા આવ્‍યા હતા. જેમા બાયો ડિગ્રેડેબલ અને રિસાયકલ કચરો, બાયો મેડિકલ કચરા અંગે જાણકારી હતી. ગામના લોકોને સ્‍વચ્‍છતાની સુવિધાઓનો ઉપયોગ કરવા સાથે સ્‍વચ્‍છતાનું પાલન કરવા માટે આગ્રહ કરવામા આવ્‍યો હતો. સામાન્‍ય જનતાને સ્‍વચ્‍છતા સુવિધાઓનોઉપયોગ કરવાની સાથે સ્‍વચ્‍છતાનું પાલન કરવા માટે પણ સંવેદનશીલ બનાવવામાં આવી હતી.
આ રાત્રિ ચૌપાલમાં પંચાયતના સરપંચ અને પંચાયત સચિવ અને સામાન્‍ય જનતાને સૂચિત કરવામા આવી હતી કે, તા.26મી જાન્‍યુઆરી આ પ્રકારની સાપ્તાહિક આવી રાત્રિ ચૌપાલનું આયોજન કરવામા આવે કે જેથી જનતાને સોલિડ વેસ્‍ટ હેન્‍ડલિંગ અને મેનેજમેન્‍ટ ઉપનિયમ 2021અંગે જાગળત કરી શકાય અને ઉપનિયમ અને સ્‍વચ્‍છતાને જનભાગીદારી આંદોલન બનાવી શકાય.

Related posts

મહારાષ્ટ્રના પાલઘર નજીક આવેલ ભૂકંપના આંચકાની અસર દાનહના વિવિધ ગામમાં પણ અનુભવાયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં ધનવંતરી રથ અને સંજીવની રથની સુંદર કામગીરી

vartmanpravah

સંઘપ્રદેશોના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ત્રિ-દિવસીય દમણ મુલાકાતનો આરંભ

vartmanpravah

સંઘપ્રદેશમાં આનંદ-ઉત્‍સાહ અને શૌર્યની સાથે કરાયેલી સ્‍વતંત્રતા દિવસની ઉજવણી

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવ (ગ્રાન્‍ટેડ) રંગોળી અને દિવડા શણગાર સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

દિવાળીના તહેવાર ટાણે જ રોશની ગુલ…! દાદરા પંચાયતમાં જર્જરીત બનેલો વીજપોલ ધરાશાયીઃ અકસ્‍માતનો તોળાતો ભય

vartmanpravah

Leave a Comment