Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાનકુવા બસ સ્‍ટેન્‍ડ પર ઉભેલા વૃધ્‍ધને અજાણ્‍યા શખ્‍સો કારમાં બેસાડી સોનાના દાગીના સેરવી ગયા

વૃધ્‍ધને નજીકમાં જ ઉતારી અજાણ્‍યા શખ્‍સો ફરાર : પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવી તપાસ હાથ ધરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.09
બીલીમોરા જવા માટે રાનકુવા બસ સ્‍ટેન્‍ડ પર ઉભા રહેલ વૃધ્‍ધને અજાણ્‍યા શખ્‍સોએ કારમાં બેસાડી સોનાના દાગીના સેરવી લઈ વૃધ્‍ધને નજીકમાં જ ઉતારી અજાણ્‍યા શખ્‍સો ફરાર થયા. બનાવને પગલે પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવી તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના સુરખાઈ ગામે રહેતા છેદીલાલ જયસ્‍વાલ (ઉ.વ.આ-90) મંગળવારની સવારના સમયેબીલીમોરા સ્‍થિત બીજા ઘરે જવા સુરખાઈથી ખાનગી વાહન મારફતે રાનકુવા સુધી પહોંચ્‍યા હતા. અને રાનકુવા ચાર રસ્‍તા એસટી સ્‍ટેન્‍ડ પર વાહનની રાહ જોઈ રહ્યા હતા. દરમ્‍યાન સવારના સાડા નવેક વાગ્‍યેના અરસામાં ચીખલી તરફ જઈ રહેલા એક કારના ચાલકે કાર થંભાવી તમે બેસી જાવો તમેં જ્‍યાં ઉતારવાના હશે ત્‍યાં ઉતારી દઈશું તેમ કહેતા છેદીલાલ જયસ્‍વાલ કારમાં આગળ બેસી ગયા હતા. અને આ બસ સ્‍ટેન્‍ડથી માંડ 200 થી 300 મીટરના અંતરે ગ્‍લોબલ સ્‍કૂલની સામેના વિસ્‍તારમાં તેમને ઉતારી દેવાયા હતા.
કારમાંથી ઉતર્યા બાદ છેદીલાલ જયસ્‍વાલે ગળામાં પહેરેલ ચેઈન ન દેખાતા ત્‍યાં નજીકમાં પોતાના પુત્ર પ્રમોદભાઈની ગેરેજ હોય ત્‍યાં પહોંચી જાણ કરાતા પુત્રે રાનકુવા પોલીસ ચોકીએ વિગત જણાવતા પીએસઆઈ-મહેન્‍દ્રભાઈ ગામીત તેમના સ્‍ટાફ સાથે તાત્‍કાલિક ઘટના સ્‍થળે જઈ આસપાસના સીસીટીવી કેમેરાના ફુટેજની મદદથી તપાસ હાથ ધરી હતી. જોકે આ લખાય ત્‍યાં સુધી પોલીસ ચોપડે કોઈ ગુનો નોંધાયો ન હતો. ત્‍યારે ચારેક તોલા સોનાની ચેઈન સેરવી જનારાને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળશે કે કેમ તે જોવું રહ્યું.

Related posts

ચીખલી તાલુકાના નોગામા ગામે સ્‍મશાનની સગડીની પ્‍લેટ ચોરાઈ

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે જોગવાડ થી કાંકરીયા માર્ગ પર કારમાંથી દારૂ સાથે 3ની કરેલી ધરપકડ : રૂા.9.70 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો

vartmanpravah

ગ્રામ પંચાયત નારગોલ દ્વારા મેગા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્‍યું

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ વાપી જીઆઈડીસીની હૂબર કંપનીમાં મોકડ્રીલ યોજાઈ

vartmanpravah

વલસાડ પારનેરા ડુંગર સ્‍થિત રામેશ્વર મહાદેવના મંદિર રિપેરીંગ કામે આવતા મજુરે ચોરી કરી

vartmanpravah

દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા 0 થી 5 વર્ષના બાળકોને રવિવારના દિને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્‍યા

vartmanpravah

Leave a Comment