January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

ડાભેલ ચેકપોસ્‍ટથી ઓડી કારમાં દારૂના જથ્‍થા સાથે છત્તીસગઢના ચાર વેપારી ઝડપાયા: ચારની અટક કરી કાર સાથે પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02
ડાભેલ ચેક પોસ્‍ટ ઉપર ટાઉન પોલીસ રૂટીન વાહન ચેકીંગ કરી રહી હતી તે દરમિયાન દમણ તરફથી આવી રહેલ શંકાસ્‍પદ ઓડી કાર અટકાવી ચેકીંગ કર્યું હતું. કારમાં 15 હજારનો દારૂનો જથ્‍થો મળી આવતા કાર સવાર ચાર ઈસમોની અટક કરી હતી. તમામ આરોપી છત્તીસગઢના હોવાનું તપાસમાં બહાર આવ્‍યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર ડાભેલ ચેક પોસ્‍ટથી પોલીસે દમણ તરફથી આવી રહેલ ઓડી કાર નં.એમએચ 04 એફઝેડને અટકાવી ચેકીંગ કર્યું હતું. કારમાં રૂા.15 હજારનો દારૂનો જથ્‍થો મળી આવ્‍યોહતો. કારમાં સવાર સુરેશ દેવેન્‍દ્ર, અભિષેક પવન સચદેવ, મોહીત મહેન્‍દ્ર પટેલ અને પવન ધર્મદાસ સચદેવની અટક કરી પોલીસે પુછપરછ કરી હતી. આ ચારેય ઈસમો પ્‍લાયવુડના વેપારી અને રાયગઢ(છત્તીસગઢ)માં રહે છે. દમણ ફરવા આવ્‍યા હતા. પોલીસે કાર અને દારૂનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Related posts

દાનહના ચકચારી રૂા.30 લાખના નકલી ક્રિપ્‍ટો કરન્‍સી પ્રકરણમાં કેરળથી ત્રીજા આરોપીની ધરપકડ

vartmanpravah

ધરમપુર હાઈવે ચોકડી પરથી દારૂના જથ્‍થા સાથે ત્રણ વિદેશી ઝડપાયા

vartmanpravah

દમણની સાર્વજનિક શાળામાં આયોજીત બે દિવસીય ખેલ મહોત્‍સવનું સફળતાપૂર્વક સમાપન

vartmanpravah

વલસાડ જિલ્લા ખડાયતા સમાજ દ્વારા 23મો રમોત્‍સવ વલસાડ વેદાંત સ્‍કૂલ પરિસરમાં યોજાયો

vartmanpravah

દાદરા નગર હવેલી ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ કરાટે સ્‍પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ કરાયા

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ધો.10 અને 12ના ગુજરાત બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં થયેલો પ્રારંભ

vartmanpravah

Leave a Comment