January 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ચીખલીના ઘેકટી ગામે જૂની અદાવતમાં થયેલ વિવાદમાં પોલીસે એક સ્‍થાનિક શખ્‍સ વિરૂધ્‍ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવક)
ચીખલી (વંકાલ), તા.1પ: પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદી વૈભવભાઈ નાથુભાઈ પટેલ (રહે.ધેકટી વડ ફળીયા તા.ચીખલી) ગત તા.9/9/2022 ના રોજ ગણેશ વિસર્જનના દિવસે રાત્રે જમણવાર કરીને બેઠો હતો તે દરમિયાન ગામના જ જીગ્નેશ પરભુભાઈ પટેલ ત્‍યાં આવી લાકડીથી માર મારતા મૂઢ માર વાગતા હોસ્‍પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી અને જતી વખતે આજે તો તું બચી ગયો છે હવે પછી તો હું તને મારી જ નાખીશ તેવી ધમકી આપી હતી. જીગ્નેશ શંકાસ્‍પદ ડામર રાખવા બાબતે પોલીસમાં પકડાયેલ હોય જે બાતમી પોલીસમાં આપેલ હોવાની શંકા રાખી અગાઉ થયેલઝઘડાની અદાવત રાખી માર્યો હોવા મુજબની ફરિયાદમાં પોલીસે જીગ્નેશ પરભુભાઈ પટેલ (રહે.ધેકટી વડ ફળીયા અંબામાતાના મંદિર પાસે તા.ચીખલી) સામે આઇપીસી 323,504,506 (2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચીખલી પોલીસ સ્‍ટેશનના અલ્‍પેશભાઈ પટેલ કરી રહ્યા છે.

Related posts

વાપીની સેન્‍ટ ફ્રાન્‍સીસ સ્‍કૂલની વિદ્યાર્થીની ટીમે ગુજરાત સ્‍ટેટ જુનીયર વોલીબોલ સ્‍પર્ધામાં પ્રથમ-દ્વિતીય સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

નવસારી જિલ્લા ટુરિસ્‍ટ વ્‍હિકલ ઓનર વેલફેર એસોસિએશનની સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત વાપીમાં વોલ પેઈન્‍ટીંગ આકર્ષણનું કેન્‍દ્ર બની

vartmanpravah

મધ્‍ય પ્રદેશ, છત્તિસગઢ અને રાજસ્‍થાન રાજ્‍યોની ચૂંટણીના પરિણામમાં ભાજપને મળેલ ઐતિહાસિક વિજય અને પ્રચંડ જન સમર્થનથી સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં પણ વિકાસ અને સુશાસનની રાજનીતિનો જયઘોષ

vartmanpravah

વાપીમાં પ્રખર આંબેડકર વાદી સ્‍વ. ભીમરાવ કટકે ની શ્રદ્ધાંજલી પ્રાર્થનાસભા યોજાઈ

vartmanpravah

દાનહ, દમણ અને દીવ જિલ્લા પંચાયતોના પ્રમુખ-ઉપ પ્રમુખની પસંદગી ભાજપ હાઈકમાન્‍ડ માટે પણ અગ્નિ પરીક્ષા

vartmanpravah

Leave a Comment