21 ડિસે.થી બુકીંગ શરૂ : વાપી-ગયા મહાકુંભ મેળો સ્પે. ટ્રેન 20 ટ્રીપ દોડશે તેમજ વલસાડ દાનાપુર મહાકુંભ સ્પે. ટ્રેન 16 ટ્રીપ દોડશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18: ભારતવર્ષના કરોડો શ્રધ્ધાળુઓ માટે કુંભ મેળો આસ્થાનું કેન્દ્ર અને મહિમાવંતો હજારો વર્ષોથી બનતો રહ્યો. 2025નો મહાકુંભ પ્રયાગરાજમાં યોજાવાનો હોવાથી ઉત્તર પ્રદેશ સરકાર અને રેલવે દ્વારા મહા તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આગામી 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન મહાકુંભનો મેળો ચાલનાર છે. પોષ પુર્ણિમાથી મેળાનો દબદબાપૂર્વક પ્રારંભ થશે. ભારતભરના કરોડો શ્રધ્ધાળુઓ કુંભ મેળામાં સ્નાન અને દર્શન કરવામાં પહોંચનાર છે. તેથી રેલવે તંત્રએ પણ પુરી પૂર્વ તૈયારીઓ કરી દીધી છે. કુંભ મેળા માટે દેશભરમાંથી 13 હજાર ટ્રેન દોડનારી છે. જેમાં અંદાજીત રોજ 5 લાખ શ્રધ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચશે. પ્રયાગરાજના 9 સ્ટેશન પર શ્રધ્ધાળુઓ માટે પર્યાપ્ત સેવા-સુવિધા રેલવે દ્વારા કરવામાં આવી રહી છે. તે શ્રંૃખલામાં પ્રયાગરાજ મહાકુંભ માટે વાપી, વલસાડ સહિત સમગ્ર ગુજરાતમાંથી પヘમિ રેલવે દ્વારા સ્પે. ટ્રેનો દોડાવામાં આવનાર છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનિત અભિષેકદ્વારા જાહેર કરાયેલ પ્રેસ વિજ્ઞપ્તિ મુજબ વાપી-ગયા મહાકુંભ મેળો સ્પેશિયલ ટ્રેન વાપીથી 8.20 વાગે પ્રસ્થાન કરશે જે બીજા દિવસે 19 કલાકે ગયા પહોંચશે. આ ટ્રેન જાન્યુઆરી તા.09, 16, 20, 22, 24 તથા ફેબ્રુઆરી તા.07, 14, 18 તથા 22, 2025 ના દિવસોમાં દોડશે. પરત ગયા ટુ વાપી પહોંચવા માટે જાન્યુઆરી તા.10, 11, 19, 21, 23, 25 એ દોડશે. ગયા થી 20 કલાકે ઉપડી ત્રિજા દિવસે 10 વાગે વાપી પહોંચશે. આ ટ્રેન બન્ને દિશામાં દોડશે. 20 ટ્રીપ મારશે. ટ્રેન સંખ્યા નં.09021/07021 છે. તે પ્રમાણે વલસાડ સ્ટેશનથી ટ્રેન નં.09019 અને 09021 વલસાડ-દાનાપુર મહાકુંભ મેળા સ્પે. ટ્રેન 20 ફેરા (ટ્રીપ) મારશે. વલસાડથી 8.40 વાગે ઉપડશે. બીજા દિવસે 18 કલાકે પહોંચશે. આ ટ્રેન જાન્યુઆરી 08, 15, 19 અને 26 તથા ફેબ્રુઆરી 2025 દોડશે તે પ્રમાણે ટ્રેન નં.9020 દાનાપુર-વલસાડ દાનાપુરથી 23:30 કલાકે ઉપડશે. ત્રીજા દિવસે 9:30 કલાકે વલસાડ પહોંચશે. આ ટ્રેન તા.09 ફેબ્રુઆરી 09, 18, 21, 26 જાન્યુઆરી તથા 09, 16, 20, 27 ફેબ્રુઆરી 2025 ના રોજ ચાલનાર છે. દરેક ટ્રેનનું એડવાન્સ બુકીંગ 21 ડિસે. 2024 થી શરૂ થનાર છે.