January 12, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણ-દીવ સાંસદ-11નો મર્જર કપ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ ઉપર કબ્‍જો : રનર્સ અપ બનેલી જિલ્લા પંચાયત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.17
રમતગમત વિભાગ દ્વારા આયોજિત મર્જર કપ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં આજે એમ.પી.-11ની ટીમે દમણ જિલ્લા પંચાયતને 73 રનથી હરાવી સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. એમપી ઈલેવનના મયુર પટેલે તેના ઓલરાઉન્‍ડ પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્‍યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિલીનીકરણ દિવસ નિમિત્તે સ્‍વામી વિવેકાનંદ ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે દમણ રમતગમત વિભાગ દ્વારા આયોજિત બીજી મર્જર કપ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં આજે એમપી ઈલેવન અને દમણ જિલ્લા વચ્‍ચે મેચ રમાઈ હતી. એમપી ઈલેવને ટોસ જીતી પ્રથમ બેટીંગ કરતા નિર્ધારીત ર0ઓવરમાં 182 રન બનાવ્‍યા હતા. લક્ષ્યાંકનો પીછો કરતા દમણ જિલ્લા પંચાયતની ટીમ 110 રનના સ્‍કોર પર સમેટાઈ ગઈ હતી. એમપી-11 માટે મયુર પટેલે 16 બોલમાં 40 રન બનાવ્‍યા હતા.
બીજી ઇનિંગમાં શાનદાર બોલિંગ કરી, 4 ઓવરમાં 19 રન આપીને 2 વિકેટ લીધી. દમણ જિલ્લા પંચાયત વતી ઉદય કનાસે 48 બોલમાં 55 રનની ઇનિંગ રમી હતી. દમણ જિલ્લા પંચાયત તરફથી બોલિંગમાં દેવેશ કટારાએ તેની 4 ઓવરમાં 26 રન આપીને 3 અને પ્રિન્‍સ યાદવે 4 ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
ઓલરાઉન્‍ડ પ્રદર્શન માટે મયુર પટેલને મદદનીશ શારીરિક શિક્ષણ અધિકારી શ્રી અક્ષય કોટલવાર દ્વારા મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા.

Related posts

દમણ વન વિભાગ દ્વારા ‘વન્‍યજીવ સપ્તાહ’ અંતર્ગત યોજાયેલી જાગૃતિ રેલી: પરિયારી શાળાના 50બાળકોને એવિએરી (પક્ષીઘર)ની પણ કરાવેલી મુલાકાત

vartmanpravah

ઉદવાડા દરિયા કિનારેથી બીનવારસી ડ્રગ્‍સ (ચરસ)નો જથ્‍થો મળી આવ્‍યોઃ પારડી સહિત જિલ્લાની પોલીસ ઘટના સ્‍થળે પહોંચી

vartmanpravah

વાપી કેબીએસ કોલેજની વિદ્યાર્થીની ખેલો ઈન્‍ડિયામાં ઝળકી

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર અન્‍ય વાહનના બચાવવા જતા માટી ભરેલ ટ્રક પલટી ખાઈ ગઈ

vartmanpravah

વાપીમાં હેડફોન લગાવી રેલવે ટ્રેક ક્રોસ કરતા વિદ્યાર્થીનું ટ્રેન અડફેટમાં મોત

vartmanpravah

દાનહ અને દમણ-દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમ, બાળ સુરક્ષા સમિતિ દ્વારા કચરો ઉપાડનારા બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment