(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13: વિશ્વમાં કોઈપણ જાતના જાતી, ધર્મનો ભેદભાવ વગર હંમેશા સામાજીક અને માનસિક ઉત્થાનના ઉદ્દેશ સાથે વિશ્વભરમાં કાર્ય કરતી લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલના ડીસ્ટ્રીક્ટ 3232એફ2માં આવતી લાયન્સ ક્લબ ઓફ વાપી દ્વારા નેશનલ એસોસિએશન ફોર બ્લાઈન્ડ, વલસાડનીસંસ્થામાં રહેતા શારીરિક રીતે અશક્ત અને રતાંધળાપણું ધરાવતા 160 જેટલા વ્યક્તિઓ સાથે ક્લબના સભ્યોએ સંપુર્ણ દિવસ તેઓ સાથે વિતાવી લાયન્સ ક્લબ ઓફ વાપીના સભ્યો તરફથી સ્કૂલ બેગ તથા લા.કિંજલબેન પિત્તલીયા તરફથી પેન્સિલ વગેરે આપવામાં આવ્યા હતા અને સાંઈ ગૃપ, વાપી દ્વારા ટુથ પેસ્ટ, ટુથ બ્રસ, શેમ્પુ, પાવડર, કોકોનટ ઓઈલની બોટલ જેવી રોજીંદી જીવન જરૂરીયાતની સામગ્રી સહીત પૌષ્ટીક બિસ્કીટ આપીને તેઓને પારિવારીક હૂંફ આવી સમાજ તેઓની સાથે જ છે તેવુ અહેસાસ કરાવી માનસિક મનોબળ પુરુ પાડવાની નૈતિક જવાબદારી નીભાવી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ક્લબના પ્રમુખ લા.એડવોકેટ મહીમા યાદવે કરેલ અને બાળકોને પ્રોત્સાહન આપી સમાજના દરેક વ્યક્તિ તેઓની સાથે છે તેવુ આશ્વાસન આપ્યું હતું તથા લા.કનુભાઈએ ધાર્મિક પ્રવૃત્તિ તેમજ સામાજીક ઉદાહરણ આપી પ્રોત્સાહન પુરુ પાડયુ હતું. નેશનલ એસોસિએશન ફોર બ્લાઈન્ડ વલસાડના સંચાલકો રામભાઈ તથા સીતાબેન દ્વારા આવા શારીરિક ઉણપ ધરાવતાં વ્યક્તિઓને માનસિક પ્રોત્સાહન પુરુ પાડી તેઓમાં ઉત્સાહ વધારવા બદલ લાયન્સ ક્લબ ઓફ વાપી અને સાંઈ ગૃપ, વાપીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.
આવા માનવતાભર્યા કાર્ય માટે ડીસ્ટ્રીક્ટ 3232એફ2 ક્લબના સભ્ય લા.નેહાબેન શાહ, લા.કીંજલબેનપીત્તલીયા વિગેરે મિત્રો સહિત સાંઈ ગૃપના તરૂણાબેન, શારદાબેન, તૃપ્તિબેન, સંદિપભાઈ, અલ્પેશભાઈ વિગેરે હાજર રહી નવુ જોમ પુરુ પાડી અંતમાં આભારવિધિ ક્લબના સેક્રેટરી લા.પ્રતિકભાઈ શાહે કર્યું હતું.
Previous post