(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.12 : આગામી 14મી એપ્રિલ, 2024ના રવિવારના સવારે 11:00 કલાકે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વિભૂતિ ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ પંચાયતના પટાંગણમાં ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સંપૂર્ણ બિન રાજકીય અને નીતિ-નિયમોના પાલન સાથે કરવામાં આવનાર હોવાનું દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પંચાયતના સેક્રેટરી શ્રી પ્રિયાંક પટેલ અને તેમની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.