September 1, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહના ખેરડી પંચાયત ખાતે મહેસૂલ શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20
શનિવાર તા.19મી ફેબ્રુઆરીના રોજ દાદરા નગર હવેલી પ્રશાશનના ખાનવેલ મહેસૂલ વિભાગ દ્વારા ખેરડી પટેલપાડા પ્રાથમિક મરાઠી કેન્‍દ્ર શાળા ખાતે કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ એક મહેસૂલ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ શિબિરમાં નવનિયુક્‍ત આરડીસી શ્રી ચીમલા શિવા ગોપાલ રેડ્ડીની આગેવાનીમાં મહેસૂલ વિભાગ, વિદ્યુત વિભાગ, એસસી/એસટી કોર્પોરેશન વિભાગ, સમાજ કલ્‍યાણ વિભાગ, બેંક ઓફ બરોડા, ગ્રામ પંચાયત, ખાદ્ય અને આપૂર્તિ વિભાગના અધિકારીઓ દ્વારા જમીન વારસાઈ, વાર્ષિક આવક પ્રમાણપત્ર, જાતિના દાખલા, ડોમીસાઇલ, નકશાની નકલ માટેની અરજી, જમીન માપણીની અરજી, વિદ્યુત કનેક્‍શન માટેની અરજીઓ, સિનિયર સીટીઝન કાર્ડ માટેની અરજી, વિધવા, વૃદ્ધ-દિવ્‍યાંગ પેન્‍શન અરજી, ઘર નંબર પ્રમાણપત્ર, આધારકાર્ડ માટેની અરજીઓ, આયુષ્‍યમાન ભારત કાર્ડ માટેની અરજીઓ પણ સ્‍વીકારવામાં આવ્‍યા હતા અને નિકાલ પણ કરવામાં આવ્‍યો હતો. આ શિબિરમાં ખેરડીપંચાયતના ખેરડી, કલા, પારજાઈ, કરજગામ, ડોલારા ગામના લોકોએ મોટી સંખ્‍યામાં લાભ લીધો હતો.
આ અવસરે આરડીસી, જિલ્લા પંચાયતના સભ્‍યો, સરપંચો પંચાયત સભ્‍યો સહિત ગ્રામજનો જોડાયા હતા.

Related posts

દાનહઃ અથાલમાં કન્‍ટેઈનરની અડફેટે એક યુવતિનું ઘટના સ્‍થળ પર જ થયેલું મોત

vartmanpravah

વલસાડ જિલ્લામાં પ્રથમવાર ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા યોગમય બની

vartmanpravah

કેરી ચોર બાબતે ચીખલીના મીણકચ્‍છમાં બે પરિવાર વચ્‍ચે થયેલ ઝઘડામાં વૃધ્‍ધનું મોતઃ બે મહિલા સહિત 3 સામે હત્‍યાનો ગુનો નોંધાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોના બેફામઃ એકજ દિવસમાં 107 પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

ચીખલીમાં બે આખલા બાખડતા નાસભાગ મચી

vartmanpravah

રેટલાવમાં રિવર્સ લઈ રહેલ કન્‍ટેનર ચાલાકે મહિલાને અડફટે લીધી

vartmanpravah

Leave a Comment