Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવના હસ્‍તે ‘3ડી ઓપન લોન ટેનિસ ટૂર્નામેન્‍ટ’નું ઉદ્દઘાટન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.25
આજરોજ દમણ જિલ્લાના કલેક્‍ટર અને અને સચિવ(વિદ્યુત અને પ્રવાસ) ડો. તપસ્‍યા રાઘવ દ્વારા સંઘપ્રદેશ ‘3ડી ઓપન લોન ટેનિસ ટૂર્નામેન્‍ટ’નું ઉદ્દઘાટન દમણ ફોર્ટ વિસ્‍તાર સ્‍થિત ટેનિસ કોર્ટમાં કરવામાં આવ્‍યું હતું.
આ ટેનિસ ટૂર્નામેન્‍ટનું આયોજન દાદરા નગર હવેલી અને દમણ-દીવ ટેનિસ એસોસિએશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ટૂર્નામેન્‍ટ 25મી ફેબ્રુઆરીથી શરૂ થશે અને 27મી ફેબ્રુઆરી સુધી ચાલશે. ટૂર્નામેન્‍ટની ફાઇનલ મેચ 27 ફેબ્રુઆરીના રોજ યોજાશે અનેવિજેતાઓ અને સહભાગીઓને ઈનામ વિતરણ કરવામાં આવશે.
આ ટૂર્નામેન્‍ટની શરૂઆતની મેચ ડો.તપસ્‍યા રાઘવ અને તેના કો-પ્‍લેયર જીગર પટેલ અને ટેનિસ એસોસિએશનના પ્રમુખ શ્રી વિશાલભાઈ ટંડેલ અને તેમના કો-પ્‍લેયર શ્રી હરેશભાઈ દમણિયા વચ્‍ચે હતી, જેમાં ડો.તપસ્‍યા રાઘવની ટીમનો વિજય થયો હતો.
ડો. તપસ્‍યા રાઘવે ઉદ્દઘાટન સમારોહના પ્રાસંગિક વક્‍તવ્‍યમાં જણાવ્‍યું હતું કે, કોરોનાના સમયગાળા દરમિયાન પણ તમામ ખેલાડીઓએ તેમનું સ્‍વાસ્‍થ્‍ય જાળવી રાખ્‍યું છે, તે પ્રશંસનીય બાબત છે. તેમણે જણાવ્‍યું હતું કે પ્રશાસને હંમેશા રમત અને રમતવીરોને પ્રોત્‍સાહિત કર્યા છે અને આગળ પણ કરતા રહેશે.
ટેનિસ એસોસિએશનના પ્રમુખ શ્રી વિશાલભાઈ ટંડેલે તેમના નિવેદનમાં જણાવ્‍યું હતું કે, પ્રદેશમાં ઉભરતા ટેનિસ ખેલાડીઓ માટે અત્‍યાર સુધી કોઈ પ્‍લેટફોર્મ નહોતું, ટેનિસ એસોસિએશનની રચના કરીને અમે ખેલાડીઓને એવું પ્‍લેટફોર્મ આપ્‍યું છે જ્‍યાંથી તેઓ દેશ-વિદેશમાં યોજાતી વિવિધ ટૂર્નામેન્‍ટનો ભાગ બની શકે અને પોતાની રમતમાં સુધારો લાવી શકે.
આ ઉદ્દઘાટન સમારોહમાં એસોસિએશનના પ્રમુખ શ્રી વિશાલભાઈ ટંડેલ ઉપરાંત એસોસિએશનના સિનિયર ડેપ્‍યુટી ચીફ શ્રી વિષ્‍ણુ ગોના, ઉપ પ્રમુખ શ્રી ધર્મેન્‍દ્ર મલબારી અને શ્રી કેતન રમણભાઈટંડેલ, સચિવ શ્રી જયેશ જોશી, વરિષ્‍ઠ ખેલાડી શ્રી હરેશભાઈ દમણિયા શ્રી ભગુભાઈ બાના, ગત સિઝનના વિજેતા શ્રી પ્રમોદ ટંડેલ અને અન્‍ય સભ્‍યો હાજર સહિત યુવા ખેલાડીઓ હાજર રહ્યા હતા. આ ટૂર્નામેન્‍ટમાં 21 ટીમોના 42 ખેલાડીઓ ભાગ લેનાર બન્‍યા છે.
એસોસિએશનના સેક્રેટરી શ્રી જયેશભાઈ જોષી સમગ્ર ટૂર્નામેન્‍ટનું સંચાલન કરી રહ્યા છે.

Related posts

વાપી-દમણના સર્વોદય સેવક પદ્મશ્રી ગફુરભાઈ બિલખીયાનું વાપી સ્‍પંદન પરિવાર દ્વારા કરાયેલું સન્‍માન

vartmanpravah

દાનહ અને દમણ-દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમ, બાળ સુરક્ષા સમિતિ દ્વારા કચરો ઉપાડનારા બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું

vartmanpravah

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાએ દાનહના તિઘરા અને કૌંચા ગામ ખાતેથી શરૂ કર્યો સેલ્‍ફી વિથ લાભાર્થી મહિલા કાર્યક્રમ

vartmanpravah

દિવાળીના પર્વ નિમિત્તે નવસારીની સર જે.જે. પ્રાયમરી શાળામાં વિવિધ સ્‍પર્ધાઓ યોજાઈ

vartmanpravah

સરકારી પ્રાથમિક શાળા ડાભેલમાં શિક્ષક દિનની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અભિયાન શાળા પ્રવેશોત્‍સવ

vartmanpravah

Leave a Comment