મરવડ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ સતિષભાઈ પટેલે મરવડના પ્રતિનિધિને જિલ્લા પંચાયતનું સુકાન આપવા બદલ ભાજપ હાઈકમાન્ડનો પણ માનેલો આભાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.રપ
દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવતા આજે શ્રી નવિનભાઈ પટેલનું મરવડ ગ્રામ પંચાયત દ્વારા ઉષ્માભર્યુ અભિવાદન કરવામાં આવ્યું હતું. સરપંચ શ્રીમતી પ્રીતિબેન ધનસુખભાઈ હળપતિ, ઉપ સરપંચ શ્રી સતિષભાઈ પટેલ, પંચાયતના સભ્યો તથા ગ્રામજનોએ મરવડ ગ્રામ પંચાયત વિસ્તારના જિલ્લા પંચાયત સભ્ય શ્રી નવિનભાઈ પટેલ જિલ્લા પંચાયતના સુકાની બનતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી.