September 18, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવના હસ્‍તે ‘3ડી ઓપન લોન ટેનિસ ટૂર્નામેન્‍ટ’નું ઉદ્દઘાટન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.25
આજરોજ દમણ જિલ્લાના કલેક્‍ટર અને અને સચિવ(વિદ્યુત અને પ્રવાસ) ડો. તપસ્‍યા રાઘવ દ્વારા સંઘપ્રદેશ ‘3ડી ઓપન લોન ટેનિસ ટૂર્નામેન્‍ટ’નું ઉદ્દઘાટન દમણ ફોર્ટ વિસ્‍તાર સ્‍થિત ટેનિસ કોર્ટમાં કરવામાં આવ્‍યું હતું.
આ ટેનિસ ટૂર્નામેન્‍ટનું આયોજન દાદરા નગર હવેલી અને દમણ-દીવ ટેનિસ એસોસિએશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ટૂર્નામેન્‍ટ 25મી ફેબ્રુઆરીથી શરૂ થશે અને 27મી ફેબ્રુઆરી સુધી ચાલશે. ટૂર્નામેન્‍ટની ફાઇનલ મેચ 27 ફેબ્રુઆરીના રોજ યોજાશે અનેવિજેતાઓ અને સહભાગીઓને ઈનામ વિતરણ કરવામાં આવશે.
આ ટૂર્નામેન્‍ટની શરૂઆતની મેચ ડો.તપસ્‍યા રાઘવ અને તેના કો-પ્‍લેયર જીગર પટેલ અને ટેનિસ એસોસિએશનના પ્રમુખ શ્રી વિશાલભાઈ ટંડેલ અને તેમના કો-પ્‍લેયર શ્રી હરેશભાઈ દમણિયા વચ્‍ચે હતી, જેમાં ડો.તપસ્‍યા રાઘવની ટીમનો વિજય થયો હતો.
ડો. તપસ્‍યા રાઘવે ઉદ્દઘાટન સમારોહના પ્રાસંગિક વક્‍તવ્‍યમાં જણાવ્‍યું હતું કે, કોરોનાના સમયગાળા દરમિયાન પણ તમામ ખેલાડીઓએ તેમનું સ્‍વાસ્‍થ્‍ય જાળવી રાખ્‍યું છે, તે પ્રશંસનીય બાબત છે. તેમણે જણાવ્‍યું હતું કે પ્રશાસને હંમેશા રમત અને રમતવીરોને પ્રોત્‍સાહિત કર્યા છે અને આગળ પણ કરતા રહેશે.
ટેનિસ એસોસિએશનના પ્રમુખ શ્રી વિશાલભાઈ ટંડેલે તેમના નિવેદનમાં જણાવ્‍યું હતું કે, પ્રદેશમાં ઉભરતા ટેનિસ ખેલાડીઓ માટે અત્‍યાર સુધી કોઈ પ્‍લેટફોર્મ નહોતું, ટેનિસ એસોસિએશનની રચના કરીને અમે ખેલાડીઓને એવું પ્‍લેટફોર્મ આપ્‍યું છે જ્‍યાંથી તેઓ દેશ-વિદેશમાં યોજાતી વિવિધ ટૂર્નામેન્‍ટનો ભાગ બની શકે અને પોતાની રમતમાં સુધારો લાવી શકે.
આ ઉદ્દઘાટન સમારોહમાં એસોસિએશનના પ્રમુખ શ્રી વિશાલભાઈ ટંડેલ ઉપરાંત એસોસિએશનના સિનિયર ડેપ્‍યુટી ચીફ શ્રી વિષ્‍ણુ ગોના, ઉપ પ્રમુખ શ્રી ધર્મેન્‍દ્ર મલબારી અને શ્રી કેતન રમણભાઈટંડેલ, સચિવ શ્રી જયેશ જોશી, વરિષ્‍ઠ ખેલાડી શ્રી હરેશભાઈ દમણિયા શ્રી ભગુભાઈ બાના, ગત સિઝનના વિજેતા શ્રી પ્રમોદ ટંડેલ અને અન્‍ય સભ્‍યો હાજર સહિત યુવા ખેલાડીઓ હાજર રહ્યા હતા. આ ટૂર્નામેન્‍ટમાં 21 ટીમોના 42 ખેલાડીઓ ભાગ લેનાર બન્‍યા છે.
એસોસિએશનના સેક્રેટરી શ્રી જયેશભાઈ જોષી સમગ્ર ટૂર્નામેન્‍ટનું સંચાલન કરી રહ્યા છે.

Related posts

પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા 500 વિદ્યાર્થીનીઓને સેલ્‍ફ ડિફેન્‍સ તાલીમ અપાઈ

vartmanpravah

નુમા એકેડેમી દમણના ડાન્‍સ ટ્રેનર સૂરજ કુમારે ટેલીવિઝન રિયાલીટી શૉના કોરિયોગ્રાફર વૈભવ ઘુઘેના ડાન્‍સ વર્કશોપમાં લીધેલો ભાગ

vartmanpravah

પ્રધાનમંત્રી 16 ડિસેમ્બરે એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ પર રાષ્ટ્રીય શિખર સંમેલન દરમિયાન ખેડૂતોને સંબોધિત કરશે

vartmanpravah

જિલ્લા બાળ સુરક્ષા એકમ, દીવ દ્વારા ‘‘નન્‍હે હાથ કલમ કે સાથ” અંતર્ગતશાળાઓમાં અભ્‍યાસ કરતા કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકો માટે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો

vartmanpravah

વાપી આશાધામ સ્‍કૂલની વિદ્યાર્થીની સ્‍ટેટ રાયફલ શૂટિંગ ચેમ્‍પિયન સ્‍પર્ધામાં ભાગ લેશે

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ વીડિયો કોન્‍ફરન્‍સિંગના માધ્‍યમથી દેશના પ08 રેલવે સ્‍ટેશનના વિકાસ માટે વર્ચ્‍યુઅલી શિલાન્‍યાસ કર્યો

vartmanpravah

Leave a Comment