Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાએ દાનહના તિઘરા અને કૌંચા ગામ ખાતેથી શરૂ કર્યો સેલ્‍ફી વિથ લાભાર્થી મહિલા કાર્યક્રમ

મિશન-2024 અંતર્ગત દાનહ અને દમણ-દીવની મહિલા લાભાર્થીઓને જોડવા શરૂ કરાયેલું અભિયાનઃ ગ્રામ્‍ય વિસ્‍તારની મહિલાઓને ભારત સરકારઅને સંઘપ્રદેશ પ્રશાસનની કલ્‍યાણકારી યોજનાઓની પણ આપવામાં આવેલી સમજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04: દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાના અધ્‍યક્ષ શ્રીમતી સિમ્‍પલબેન કાટેલાએ આજે દાનહના તિઘરા અને કૌંચા ગામ ખાતે સેલ્‍ફી વિથ લાભાર્થી કાર્યક્રમની શરૂઆત કરી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભાજપના મિશન 2024ની તૈયારીના ભાગરૂપે લાભાર્થી મહિલાઓને પક્ષ સાથે જોડવાના શરૂ કરાયેલા અભિયાનના ભાગરૂપે સેલ્‍ફી વિથ મહિલા લાભાર્થી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત મહિલા લાભાર્થીઓને પક્ષ સાથે જોડવા તેમની સાથે સેલ્‍ફી લેવા માટે પ્રદેશ મહિલા મોર્ચાની કાર્યકર્તાઓ દરેક ગામ અને પાડા તથા શહેરમાં પહોંચી રહી છે.
આજે પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાના અધ્‍યક્ષ શ્રીમતી સિમ્‍પલબેન કાટેલા અને તેમની ટીમે દાનહની દાદરા પંચાયતના તિઘરા ગામના બોરપીવાસ અને ખાનવેલ જિલ્લાના કૌંચા ગામમાં પહોંચી મહિલાઓ સાથે બેઠક કરી તેમની સમસ્‍યાઓ સાંભળવાની સાથે લાભાર્થી મહિલાઓ જોડે સેલ્‍ફી પણ લેવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગ્રામીણ મહિલાઓને પ્રધાનમંત્રી અને સંઘપ્રદેશ પ્રશાસનની વિવિધ કલ્‍યાણકારી યોજનાઓની પણ માહિતી આપવામાં આવી હતી. દાદરા ખાતે પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ શ્રીમતીભારતીબેન હળપતિ અને કૌંચા ખાતે મહિલા મોર્ચાના પ્રદેશ સચિવ શ્રીમતી જયાબેન ગવળીએ સહયોગ આપી આ કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો. આ કાર્યક્રમમાં મહિલા મોર્ચાના પ્રદેશ અધ્‍યક્ષ શ્રીમતી સિમ્‍પલબેન કાટેલા ઉપરાંત મહિલા મોર્ચાના પ્રદેશ મહામંત્રી શ્રીમતી પુષ્‍પાબેન પટેલ, મહિલા મોર્ચા સેલવાસના જિલ્લા પ્રમુખ શ્રીમતી સુનંદાબેન, મહિલા મોર્ચા સેલવાસના જિલ્લા મહામંત્રી શ્રીમતી ક્રિનાબેન પાઠક અને મહિલા મોર્ચાના સભ્‍ય શ્રીમતી શબાનાબેન વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણમાં લોકસભા ચૂંટણી જીતવા મજબૂત બૂથનો પ્રભારી પૂર્ણેશ મોદી અને સહ પ્રભારી દુષ્‍યંત પટેલે આપેલો મંત્ર

vartmanpravah

સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા મોટી દમણમાં ‘‘વસંતપંચમી”ની કરાયેલી ઉજવણી

vartmanpravah

દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા સફળતાપૂર્વક યોજાયો દ્વિતીય સમૂહલગ્ન મહોત્‍સવ

vartmanpravah

દાનહ જિ.પં.ના પ્રમુખ-ઉપપ્રમુખની વરણીમાં ભાજપના ચોક્કસ પદાધિકારીઓ દ્વારા થનારા મોટા ‘ખેલા’ સામે 11 જિ.પં. સભ્‍યોએ ખેંચેલી સીધી લાઈન

vartmanpravah

વડાપ્રધાનશ્રીની ન્યૂ સ્ટાર્ટઅપ અને મેક ઈન ઈન્ડિયાની પહેલ વાપીમાં રંગ લાવી

vartmanpravah

સામરવરણીની એક દુકાનમાં ચોરી કરનાર આરોપીની કરાયેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment