October 15, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

યુક્રેનમાં ફસેલી દમણની વિદ્યાર્થીની કુ.માનસી શર્મા એર ઈન્‍ડિયાના વિશેષ ફલાઈટથી દિલ્‍હી પહોંચતા પરિવાર સહિત પ્રદેશને થયેલી હૈયાધરપત

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પોતાના ઉચ્‍ચ સ્‍તરીય સંપર્કથી પ્રદેશના વિદ્યાર્થીઓને હેમખેમ ભારત પરત લાવવા શરૂ કરેલી કવાયતને મળેલી સફળતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.27
યુક્રેનમાં ફસેલી દમણની વિદ્યાર્થીની કુ. માનસી શર્મા આજે એર ઈન્‍ડિયાની વિશેષ ફલાઈટથી દિલ્‍હી પહોંચતા સંઘપ્રદેશ પ્રશાસન વતી અધિકારી શ્રી હરિશ ચંદ્રએ કુ.માનસી શર્માનું એરપોર્ટ ઉપર સ્‍વાગત કર્યુહતું.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ભારત સરકાર સાથે સતત સંકલન કરી દમણ-દીવ અને દાદરા નગર હવેલીના યુક્રેન ખાતે ફસાયેલા વિદ્યાર્થીઓ સુરક્ષિત પોતાની માતૃભૂમિ ખાતે પરત ફરે તે બાબતે પ્રયાસ કર્યા હતા. જેના ફળ સ્‍વરૂપ આજે દમણની એક વિદ્યાર્થીની કુ. માનસી શર્મા સહીસલામત ભારત પરત ફરી છે અને દિલ્‍હીથી દમણ આવવા માટે રવાના પણ થઈ ચૂકી છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના યુક્રેન કટોકટીમાં ફસેલા અન્‍ય વિદ્યાર્થીઓને પણ સહીસલામત પરત લાવવા અભિયાન ગતિ પર હોવાનું જાણવા મળે છે.

Related posts

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દાદરા નગર હવેલીનું 57.36 ટકા પરિણામ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશમાં રાષ્‍ટ્રીય ગ્રામ સ્‍વરાજ અભિયાન હેઠળ આયોજીત કેવડિયા સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટિની એક્‍સપોઝર વિઝિટ અને ક્ષમતા નિર્માણ કાર્યશાળામાં સામેલ થવા દમણના જનપ્રતિનિધિઓ રવાના

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર એન.એન.દવેએ ધરમપુરની દીકરીને અમેરિકન દંપતિને દત્તક આપવાનો હુકમ કર્યો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્‍ટિ અને પ્રેરણા અંતર્ગત દમણ શિક્ષણ વિભાગ દ્વારા સરસ્‍વતી વિદ્યા યોજના અંતર્ગત ધો.8ની વિદ્યાર્થીનીઓને કરાયેલું સાયકલનું વિતરણ

vartmanpravah

વાપી ચણોદ નિલકંઠ સોસાયટીના બંધ બંગલામાં ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા ચોરી થયાનું બહાર પડયું

vartmanpravah

વાપી-વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશમાં ધો.10-12ની બોર્ડ પરીક્ષાનો આરંભ : કુલ 55832 વિદ્યાર્થી પરીક્ષા આપશે

vartmanpravah

Leave a Comment