January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

12 વર્ષ બાદ દીવ પધારેલા પૂર્વ કલેક્‍ટર કિશન કુમારના ઉદ્‌ગાર : ‘‘અરે!.. શું હું દીવ જ આવ્‍યો છું ને!?, શું આવો વિકાસ પણ સંભવી શકે? ”

  • પશ્ચિમ ભારતનું સ્‍વર્ગ બની ચૂકેલું દીવ : પ્રશાસને શિક્ષણ, સંસ્‍કૃતિ અને પ્રવાસનના સમન્‍વય સાથે કરેલો બેનમૂન વિકાસ

  • ભૂતકાળમાં અધિકારીઓ દ્વારા ઓફિસના કલર બદલવા કે ફર્નિચરને આમથી તેમ કરવામાં જ સમય પસાર કરાયેલો હોવાની નિખાલસ કબૂલાત કરતા કિશન કુમાર : સાચુ શીખવાનું હવે મળી રહ્યુહોવાની પોતાના જુનિયર અધિકારીઓને કરેલી સીધી વાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.27
‘‘અરે!.. શું હું દીવ જ આવ્‍યો છું ને!?, શું આવો વિકાસ પણ સંભવી શકે? ” ખરેખર દીવ પヘમિ ભારતનું સ્‍વર્ગ બની ગયું હોવાનો ઉદ્‌ગાર દીવના પૂર્વ કલેક્‍ટર શ્રી કિશન કુમારે વ્‍યક્‍ત કર્યો હતો.
શ્રી કિશન કુમાર પોતાના કોર્ટના કામસર દસ વર્ષ બાદ દીવ પહોંચ્‍યા હતા. તેઓ 2011-1રમાં દીવના કલેક્‍ટર હતા અને કલેક્‍ટર તરીકે તેમણે દીવના લોકોને સ્‍વચ્‍છતાના પાઠ સફળતાપૂર્વક ભણાવ્‍યા હતા.
શ્રી કિશન કુમારે જણાવ્‍યું હતું કે, જ્‍યાં શિક્ષણ, સંસ્‍કૃતિ અને પ્રવાસનના સમન્‍વય સાથે કરાયેલા વિકાસથી દીવ ખરેખર પヘમિ ભારતનું સ્‍વર્ગ બની ચૂક્‍યુ હોવાનો દાવો કર્યો હતો. તેમણે જણાવ્‍યું હતું કે, પ્રશાસનિક ઈચ્‍છાશક્‍તિ અને દીર્ઘદૃષ્‍ટિ વગર આ વિકાસ સંભવ જ નથી.
મળતી માહિતી પ્રમાણે શ્રી કિશન કુમારે દીવના નવનિયુક્‍ત કલેક્‍ટર શ્રી ફરમન બ્રહ્મા અને એડીએમ શ્રી ડો. વિવેક કુમારને પણ જણાવ્‍યું હતું કે તમારા શરુઆતની કારકિર્દીમાં પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલ પાસે જે શીખવાનું મળી રહ્યું છે, તે માટે તમે ખરેખર ભાગ્‍યશાળી છો. કારણ કે ભૂતકાળમાં આપણે ઓફિસના કલર બદલતા હતા કે ફર્નિચરને આમથી તેમ કરવામાં જ સમય પસાર કરતા હતા. પરંતુ હવેસાચુ શીખવાનું મળી રહ્યુ હોવાની સીધી વાત પણ તેમણે કરી હતી.
શ્રી કિશન કુમારે વધુમાં જણાવ્‍યું હતું કે, અંદામાન નિકોબારમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવની સાથે લક્ષદ્વીપના થઈ રહેલા વિકાસની ફક્‍ત વાતો સાંભળી હતી. પરંતુ આજે હકિકત જોવાના મળેલા અવસર બદલ પોતાને ભાગ્‍યશાળી પણ ગણ્‍યા હતા. તેમણે જણાવ્‍યું હતું કે, દીવના ટૂંકા પ્રવાસ દરમિયાન એજ્‍યુકેશન હબ, ખુકરી મેમોરીયલ, નાગવા અને ઘોઘલા બીચ, દીવ ફોર્ટ, નાયડા ગુફા વગેરેની થઈ રહેલી કાયાપલટ બેનમૂન હોવાનું જણાવ્‍યું હતું અને દીવના લોકો ખરેખર ભાગ્‍યશાળી હોવાનું તેમણે સ્‍વીકાર્યુ હતું.

Related posts

સેલવાસ મામલતદારે માટી ખનન કરનાર સામે કરેલી લાલ આંખ

vartmanpravah

વાપી પાલિકાએ વેરા વસૂલી અભિયાનમાં 4 દુકાનોને તાળાં માર્યાઃ 213 મિલકત ધારકોને છેલ્લી નોટિસો ફટકારી

vartmanpravah

પ્લાસ્ટિકને હટાવવા સેલવાસ નગરપાલિકાની નવી પહેલઃ બર્તન બેંકની કરેલી શરૂઆત

vartmanpravah

ડેહલીમાં નિર્માણ થઈ રહેલી સોની સ્ટીલ એપ્લાયન્સ કંપનીના રસ્તાનો વિવાદ ફરી વકર્યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો

vartmanpravah

દાનહઃ ખુશ્‍બુ કંપનીના વર્કરોએ પગાર વધારા મુદ્દે લેબર ઓફિસરને કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment