September 1, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા તા. 8મી માર્ચે આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસના ઉપક્રમે યોજાનારી વિશિષ્‍ટ મહિલા ગ્રામ સભા

  • ધો.10 અને ધો.1રના વિદ્યાર્થીઓ તથા તેમના પરિવારને પરિક્ષાના હાઉથી દુર રહેવા અપાનારું મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન
  • પંચાયત વિસ્‍તારની વિવિધ સુશિક્ષિત અને સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલ મહિલાઓનું પણ થનારું સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.02
દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા અગામી તારીખ 08મી માર્ચના રોજ આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસના ઉપક્રમેવિશિષ્‍ટ મહિલા ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં ધો.10 અને ધો.1રમાં અભ્‍યાસ કરી 28મી માર્ચના રોજ પરિક્ષા આપનારા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોને પરિક્ષાના હાઉમાંથી કેવી રીતે બહાર આવવું તેનું માર્ગદર્શન પણ આપવામાં આવશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં તારીખ 08મી માર્ચના રોજ બપોરે 3.30 કલાકે યોજાનારી મહિલાઓ માટેની વિશિષ્‍ટ ગ્રામ સભામાં પંચાયત વિસ્‍તારની સેવાકીય પ્રવૃત્તિઓ તથા શિક્ષણ સાથે જોડાયેલ મહિલાઓનું સન્‍માન પણ કરાશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરપંચ શ્રી મુકેશ ગોસાવીના નેતૃત્‍વમાં પંચાયતના સભ્‍યો, સેક્રેટરી શ્રી નિખિલ મિટના સહિત વિવિધ સમિતિઓના સભ્‍ય અથાક પ્રયાસ કરી રહ્યા છે.

Related posts

સ્‍વયં અને સમાજ માટે યોગઃ વલસાડના અબ્રામા ખાતે યોગ દિન પૂર્વે યોગાભ્‍યાસ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં અનંત ચૌદશે ઠેર ઠેર ભવ્‍ય વિસર્જન યાત્રાઓ યોજાઈ : હજારો ભાવિકો જોડાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કવરત્તી ખાતે નિર્માણ પામી રહેલા રાજ નિવાસનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

શ્રી ભાવભાવેશ્વર મહાયજ્ઞ સમિતિ વાપીના ઉપક્રમે તા.07 થી 13 જાન્‍યુઆરીમાં શ્રી શિવ-શક્‍તિ મહાયજ્ઞ યોજાશે

vartmanpravah

વલસાડના કચીગામે બાથરૂમમાં દિપડો ભરાયો: પિતા-પૂત્રને ઘાયલ કર્યા, ગામ ભયભીત બન્‍યું

vartmanpravah

vartmanpravah

Leave a Comment