October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નો રથ દમણ જિલ્લાના પરિયારી ગ્રામ પંચાયત ખાતે આવતાં કરાયેલું ઉષ્‍માભેર સ્‍વાગત: હર ઘર જળ અને ઓડીએફ યોજનાઓને પૂર્ણ કરવા બદલ સરપંચ પંક્‍તિબેન પટેલનું પ્રમાણપત્ર આપી કરવામાં આવેલું સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13 : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહેલ ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નો રથ આજે દમણ જિલ્લાના પરિયારી ગ્રામ પંચાયત ખાતે આવતાં ઉષ્‍માભેર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. પરિયારી પંચાયત ઘર ખાતે આયોજીત કાર્યક્રમમાં ડેપ્‍યુટી કલેક્‍ટર(હે.ક્‍વા.) દમણ શ્રી રાહુલ દેવ બૂરા, દમણ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, દમણ જિ.પં.ના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, પરિયારી ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી પંક્‍તિબેન પટેલ, બી.ડી.ઓ. શ્રી રાહુલ ભીમરા, દમણ જિલ્લા પંચાયતના દમણવાડાના સભ્‍ય શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલ, પરિયારી ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી સંતોષભાઈ હળપતિ, ગુજરાત પ્રદેશ ભાજપના ઓ.બી.સી. મોરચાના પ્રભારી શ્રી વિશાલભાઈ ટંડેલ સહિત પરિયારી ગ્રામ પંચાયતના સભ્‍યો અને મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં મોદી સરકારની વિવિધલોક કલ્‍યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. બાલ ભવનના બાળકોએ ‘ધરતી કરે પુકાર’ કાર્યક્રમની પ્રસ્‍તુતિ કરી હતી. પરિયારી પંચાયત દ્વારા ઓડીએફ પ્‍લસ અને હર ઘર જળ યોજના પૂર્ણ કરવા બદલ સરપંચ શ્રીમતી પંક્‍તિબેન પટેલને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરાયા હતા. પરિયારી પંચાયત વિસ્‍તારના શ્રેષ્‍ઠ આંગણવાડી કર્મચારીઓ, આશા વર્કરો, સ્‍વયં સહાયતા સમૂહની મહિલાઓ અને નિબંધ તથા ચિત્રકળા સ્‍પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને ઈનામ આપી પુરસ્‍કાર કરાયા હતા. આ અવસરે ઉપસ્‍થિત તમામ લોકોએ વિકસિત ભારત પ્રત્‍યે સંકલ્‍પિત બનવાના શપથ લીધા હતા અને વૃક્ષારોપણ તથા સ્‍વચ્‍છતા અભિયાન પણ ચલાવ્‍યું હતું.
પ્રધાનમંત્રીશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ ‘મેરી કહાની, મેરી જુબાની’માં પોતાના અનુભવો પ્રસ્‍તુત કર્યા હતા. કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના સ્‍ટોલ લગાવવામાં આવ્‍યા હતા. જેમાં લાભાર્થીઓને લાભ અને જાણકારી આપવામાં આવી હતી. ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પરિયારી પંચાયત ઘર, જમ્‍પોર, જમ્‍પોર વારલીવાડ, ટી.વી.સેન્‍ટર પરિયારી, કની ફળિયા, નાયલા પારડી સહિતના વિવિધ વિસ્‍તારોમાં ફરીને નુક્કડ નાટક અને ફિલ્‍મ દ્વારા લોકોને માહિતી આપવામાં આવી હતી.
દમણની તમામ ગ્રામ પંચાયતોમાં ફરીને હવે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ આવતી કાલેદમણ નગરપાલિકા વિસ્‍તારમાં ફરશે.

Related posts

વાપી એલ.જી. હરિયા સ્‍કૂલમાં ઈન્‍વેસ્‍ટિચર સેરમની કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી આર.કે. દેસાઈ કોલેજમાં વિદ્યાર્થી પ્રતિનિધિનીચૂંટણી યોજાઈ

vartmanpravah

આજે દમણમાં રોજગાર મેળાનું આયોજનઃ સ્‍ટાફ સિલેક્‍શન બોર્ડ દ્વારા ભરતી પ્રક્રિયામાં સફળ ઉમેદવારોને એનાયત કરાશે એપોઈન્‍ટમેન્‍ટ લેટર

vartmanpravah

પિપરિયા પર હુમલો – 31 જુલાઈ સવારના સાત વાગ્‍યે હુમલો શરૂ થયો હતો ત્‍યારથી અત્‍યાર સુધી કોઈના પેટમાં અન્નનો એક દાણો પણ ગયો ન હતો

vartmanpravah

કપરાડા ઓઝરડામાં કોતરોમાંથી મળેલ લાશનો ભેદ ઉકેલાયો : પિતા-પૂત્ર સહિત સાત ઝડપાયા

vartmanpravah

નાની દમણ હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે યોજાયેલ વાર્ષિક સામાન્ય સભામાં સ્માશાન ભૂમિના નવનિર્માણ માટે થયેલું મનોમંથન

vartmanpravah

Leave a Comment