October 15, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

છેલ્લા પાંચ વર્ષમાં સામાજિક, આર્થિક, રાજકીય, શૈક્ષણિક અને સાંસ્‍કૃતિક ક્ષેત્રે સંઘપ્રદેશની મહિલાઓએ ભરેલી ઊંચી ઉડાન

  • મંગળવારે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમમાં ‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ના ઉપક્રમે યોજાનારા કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે ઉત્તર પ્રદેશના રાજ્‍યપાલ આનંદીબેન પટેલની રહેનારી ઉપસ્‍થિતિ

  • સંઘપ્રદેશના પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના આગમન બાદ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ની મહિલાઓએ દરેક ક્ષેત્રે સાધેલી ઉત્તરોત્તર પ્રગતિ


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.06
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન ‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ની ભવ્‍ય ઉજવણી માટે તડામાર તૈયારી કરી રહ્યું છે. તા.8મી માર્ચ, ર0રરના રોજ ઉત્તર પ્રદેશના રાજ્‍યપાલ શ્રીમતીઆનંદીબેન પટેલ નાની દમણ સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમમાં આયોજીત સમારંભના મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેવાના છે.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના આગમન બાદ દાદરા નગર હવેલી અને દમણ-દીવની મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ વધી છે. પ્રશાસનના પ્રયાસથી સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓમાં પ0 ટકા ભાગીદારી પણ સુનિヘતિ થઈ છે. જેના કારણે આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવની ગ્રામ પંચાયતો, જિલ્લા પંચાયતો અને નગર પાલિકાઓમાં મહિલા નેતૃત્‍વ અને મહિલાઓની સીધી ભાગીદારી જોવા મળે છે.
સંઘપ્રદેશમાં મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવા માટે પણ પ્રશાસન દ્વારા અનેક પ્રયાસો થયા છે. પ્રદેશમાં મહિલાઓ સુરક્ષિત અને સલામત રહી શકે એ માટે પણ પ્રશાસન દ્વારા તબક્કાવાર પહેલો કરવામાં આવી છે.
મંગળવારે યોજાનારા ‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસે’ સંઘપ્રદેશની મહિલાઓએ કરેલી ઉત્તરોત્તર પ્રગતિની ઝાંખી પણ જોવા મળશે.

Related posts

લુહારી ફાટક નજીક રીક્ષા પલ્‍ટી મારતા રિક્ષાચાલક ઘાયલ

vartmanpravah

પરિયામાં ફેક્‍ટરીમાં ઘુસી મારામારી કરનારા થયા જેલભેગા

vartmanpravah

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘પરિવર્તન-ડ્રાઈવ’ કાર્યક્રમનું આયોજન થયું

vartmanpravah

દમણ નગર પાલિકા બળવાના માર્ગે? : દમણ ન.પા.ની વિશેષ બેઠકમાં તમામ કાઉન્‍સિલરો ગેરહાજર

vartmanpravah

ચણોદ કરવડ રોડની કામગીરી કેટલાક દિવસ ઠપ્‍પ રહેતા વાહન ચાલકો અને સ્‍થાનિક સહિત વેપારી આલમ પારાવાર મુશ્‍કેલીમાં

vartmanpravah

સેલવાસમાં ગણપતિ વિસર્જન દરમ્‍યાન એક યુવાન નદીમાં ડૂબ્‍યો

vartmanpravah

Leave a Comment