Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિધાનસભાની ચૂંટણીમાં વલસાડ જિલ્લામાં ફરજ બજાવવા ગયેલા થાલાના શિક્ષક દંપતિના ઘરે રાત્રી દરમિયાન તસ્‍કરો રૂા.3.40 લાખના સોનાના દાગીના ચોરી ફરાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.02: ચીખલીના થાલાના રહેવાસી અને વલસાડ જિલ્લામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સતિષ મોહનભાઈ પટેલને વિધાનસભાની ચૂંટણીમાં વલસાડ જિલ્લાના કપરાડાના આસલુણા પ્રાથમિક શાળા સ્‍થિત બૂથ ઉપર પ્રિસાઈડીંગ ઓફિસર તરીકે અને પત્‍ની મિતલબેનને વલસાડમાં ચૂંટણીની ફરજ હોય તેમના બાળકોને મજીગામ મામાના ઘરે મુકીને ઘર બંધ કરી સવારે નિકળી ગયા હતા.આ દરમિયાન રાત્રીના સમયે તેમના ઘરનો મુખ્‍ય દરવાજો તોડી તસ્‍કરો ઘરમાં પ્રવેશી બેડરૂમમાં પ્‍લાયના કબાટનું લોક તોડી તેમાં મુકેલ સોનાનું મંગળ સૂત્ર કિં. રૂા. 80,000/-, સોનાનું પેન્‍ડલ કિં. રૂા.2પ,000/-, સોનાની બુટ્ટી અને સેટ કિં. રૂા.1,10,000/-, બેંગલ કિં. રૂા.1,25,000/- મળી કુલ્લે રૂા.3,40,000/-ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચૂંટણમાં ફરજ બજાવી રાત્રે ત્રણેક વાગ્‍યા બાદ સતિષભાઈએ ઘરે પહોંચ્‍યા ત્‍યારે ઘરનો દરવાજો તૂટેલ હોય અંદર તપાસ કરતા ચોરી થઈ હોવાનું જણાતા પોલીસને જાણ કરી હતી. આ અંગેની વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી.

Related posts

સંઘપ્રદેશની અષ્‍ટસિદ્ધિના 8 વર્ષઃ નવ નિધિના ‘નમો’ દાતા

vartmanpravah

વલસાડ હાઈવે ઉપરમોપેડ અને કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાતા પતિ-પત્‍નીનું કરુણ મોત

vartmanpravah

વલસાડ એસટી વિભાગ દર પૂનમે ભક્‍તો માટે સ્‍પેશિયલ એસટી બસ દોડાવશે

vartmanpravah

ખડોલી સ્‍થિત શિવોમ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

કપરાડા સુથારપાડા નજીક મુસાફરો ભરેલી જીપ ખાબકતા અકસ્‍માત : 6 ઈજાગ્રસ્‍ત પૈકી 2 વધુ ગંભીર

vartmanpravah

સ્‍વાતંત્ર્ય પર્વની રાજ્‍ય કક્ષાની ઉજવણી પૂર્વે વલસાડમાં સાઈકલ રેલી નીકળી

vartmanpravah

Leave a Comment