April 28, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

આજે દમણવાડા ગ્રા.પં. દ્વારા ‘માતૃ અને વિદ્યા શક્‍તિ’નો થનારો આવિષ્‍કાર

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા સામાજિક પરિવર્તન શિક્ષણથી જ સંભવ હોવાના કારણે વિદ્યા શક્‍તિનું પણ થનારૂસન્‍માન
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.07
દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા પંચાયત વિસ્‍તારની માતૃ અને વિદ્યાશક્‍તિનો આવતીકાલે આવિષ્‍કાર કરશે. જેમાં એવી મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. કે જેમણે શૂન્‍યમાંથી સર્જન કર્યુ છે, પહાડ જેવી મુસીબતો હોવા છતાં ટસના મસ નહી થઈ પોતાના પરિવારને શિક્ષણ અને સંસ્‍કાર અપાવવા સફળ રહ્યા છે. જ્‍યારે શિક્ષણ દ્વારા જ સમાજ પરિવર્તન સંભવ હોવાથી ઉચ્‍ચ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ મેળવનારી મહિલાઓનું પણ દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા સન્‍માન કરવામાં આવશે. જેમાં એમ.બી.બી.એસ., એમ.ડી.એસ., બી.ડી.એસ., એમ.એસ.સી., એલ.એલ.બી. તથા નર્સિંગ જેવા અભ્‍યાસ ક્રમમાં સફળ થનારી મહિલાઓનો સમાવેશ કરાયો છે.
દમણવાડા ગ્રામ પંચાયત વિસ્‍તારમાં નિવૃત્ત મહિલા પ્રિન્‍સીપાલ અને નિવૃત્ત શિક્ષિકાનું પણ સન્‍માન કરાશે.

Related posts

દમણ પોલીસ દ્વારા સતત 24 દિવસ સર્ચ ઓપરેશન હાથ ધરી 11 વર્ષના ગુમ થયેલ બાળકને સુરતના કતારગામથી સુરક્ષિત પરત લાવી પરિવાર સાથે મિલન કરાવ્‍યું

vartmanpravah

‘નારી વંદન ઉત્સવ:’ પારડીમાં ‘નારી વંદન ઉત્સવ’ના પહેલા દિવસે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

બગવાડા ટોલનાકા ઉપર ઓલ ઈન્‍ડિયા ટ્રાન્‍સપોર્ટ એસો.એ ટોલ ઘટાડવાની માંગણી સાથે આવેદનપત્ર આપ્‍યું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપમાં કવરત્તી-રાજ નિવાસના ચાલી રહેલા બાંધકામનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

દાનહના સામરવરણી ગાર્ડન સીટી ખાતે રક્‍ત કેમ્‍પ યોજાયો

vartmanpravah

સ્‍વાતંત્ર્ય સંગ્રામના ઘટકો

vartmanpravah

Leave a Comment