દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા સામાજિક પરિવર્તન શિક્ષણથી જ સંભવ હોવાના કારણે વિદ્યા શક્તિનું પણ થનારૂસન્માન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.07
દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા પંચાયત વિસ્તારની માતૃ અને વિદ્યાશક્તિનો આવતીકાલે આવિષ્કાર કરશે. જેમાં એવી મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કે જેમણે શૂન્યમાંથી સર્જન કર્યુ છે, પહાડ જેવી મુસીબતો હોવા છતાં ટસના મસ નહી થઈ પોતાના પરિવારને શિક્ષણ અને સંસ્કાર અપાવવા સફળ રહ્યા છે. જ્યારે શિક્ષણ દ્વારા જ સમાજ પરિવર્તન સંભવ હોવાથી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ મેળવનારી મહિલાઓનું પણ દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા સન્માન કરવામાં આવશે. જેમાં એમ.બી.બી.એસ., એમ.ડી.એસ., બી.ડી.એસ., એમ.એસ.સી., એલ.એલ.બી. તથા નર્સિંગ જેવા અભ્યાસ ક્રમમાં સફળ થનારી મહિલાઓનો સમાવેશ કરાયો છે.
દમણવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં નિવૃત્ત મહિલા પ્રિન્સીપાલ અને નિવૃત્ત શિક્ષિકાનું પણ સન્માન કરાશે.