Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

નાર્કોટિક્‍સ કંટ્રોલ બ્‍યુરો ઓફ નેશનલ કમિશન ફોર પ્રોટેક્‍શન ઓફ ચાઈલ્‍ડ રાઈટ્‍સ, નવી દિલ્‍હી દ્વારા ‘નશા મુક્‍ત ભારત અભિયાન’માં દમણ જિલ્લાનું સર્વશ્રેષ્‍ઠ પ્રદર્શન : કલેક્‍ટર ડો.તપસ્‍યા રાઘવને મળેલો પુરષ્‍કાર

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ અને કુશળ માર્ગદર્શન હેઠળ દમણ જિલ્લામાં ‘નશા મુક્‍ત ભારત અભિયાન’ સક્રિયપણે હાથ ધરવામાં આવ્‍યું હતું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 09
દમણ જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવને ‘નશા મુક્‍ત અભિયાન’માં સર્વશ્રેષ્‍ઠ પ્રદર્શન માટે નાર્કોટિક્‍સ કંટ્રોલ બ્‍યુરો ઓફ નેશનલ કમિશન ફોર પ્રોટેક્‍શન ઓફ ચાઈલ્‍ડ રાઈટ્‍સ નવી દિલ્‍હી તરફથી એવોર્ડ આપવામાં આવ્‍યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સામાજિક ન્‍યાય અને સશક્‍તિકરણ મંત્રાલય, નવી દિલ્‍હી દ્વારા 15મી ઓગસ્‍ટ, 2020ના રોજ દેશના 272 જિલ્લાઓમાં ‘નશા મુક્‍ત ભારત અભિયાન’ શરૂ કરવામાં આવ્‍યું હતું. જેના માટે રાષ્‍ટ્રીય બાળકોના અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા નશીલી દવાઓના દુરપયોગ અને અન્‍ય નશીલા પદાર્થોથી બાળકોના સંરક્ષણ માટે ‘એક યુદ્ધ નશે કે વિરુદ્ધ’ના લક્ષ્યને ધ્‍યાનમાં રાખી તેના રોકથામ ઉપર સંયુક્‍ત કાર્ય યોજનાનું ગઠન કરવામાં આવ્‍યું હતું.સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતળત્‍વ અને કુશળ માર્ગદર્શન હેઠળ દમણ જિલ્લામાં ‘નશા મુક્‍ત ભારત અભિયાન’ સક્રિયપણે હાથ ધરવામાં આવ્‍યું હતું.
દેશના 272 જીલ્લાઓમાંથી 20 જીલ્લાઓને નેશનલ કમિશન ફોર પ્રોટેક્‍શન ઓફ ચાઈલ્‍ડ રાઈટ્‍સ એન્‍ડ નાર્કોટીક્‍સ કંટ્રોલ બ્‍યુરો, નવી દિલ્‍હી દ્વારા ‘નશા મુક્‍ત ભારત અભિયાન’માં તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ પુરસ્‍કાર આપવામાં આવ્‍યો છે. જેમાં દમણ જિલ્લાનો પણ સમાવેશ થાય છે.
દમણ જિલ્લાના કલેક્‍ટર ડો.તપસ્‍યા રાઘવને આ અભિયાનમાં શ્રેષ્ઠ કામગીરી બદલ પુરસ્‍કાર આપવામાં આવ્‍યો હતો. દાદરા નગર હવેલી અને દમણ અને દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દમણ જિલ્લા કલેક્‍ટર ડો.તપસ્‍યા રાઘવનું સ્‍મળતિ ચિન્‍હ અને સન્‍માનપત્ર આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

Related posts

કચીગામ પંચાયત વિસ્‍તારનું એક પણ ઘર નળના કનેક્‍શનથી વંચિત નહી રહી જાય તેની તકેદારી લઈ રહેલા સરપંચ અને જિ.પં. સભ્‍ય

vartmanpravah

વાપી ત્રિરત્‍ન સર્કલને ટેન્‍કરે ટક્કર મારી મહાનુભાવોના સ્‍ટ્રક્‍ચરને જમીનદોસ્‍ત કરતા હંગામો

vartmanpravah

ધરમપુરમાં ‘યુવા શક્‍તિ સંગઠન ભવાડા’ દ્વારા યોજાયેલ પ્રથમ રક્‍તદાન શિબિર યોજાઈમાં 35 યુનિટ રક્‍ત એકત્ર કરાયું

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે 30મી એપ્રિલના રોજ લોક અદાલતનું આયોજન કરાશે

vartmanpravah

પંચગીની ખાતે આયોજીત ટ્રાઇબલ લીડરશીપ પ્રોગ્રામમાં દાનહના બે યુવાઓની થયેલી પસંદગી

vartmanpravah

દમણના કચીગામની સરકારી જમીન ઉપર ચાલતીયુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ લિમિટેડનું બહાર આવેલું ભોપાળુ

vartmanpravah

Leave a Comment