(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.17: આગામીવિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ને અનુલક્ષીને વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં નોડલ અધિકારીઓની કામગીરીની સમીક્ષા બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટણી અધિકારીશ્રીએ બેલેટ પેપર અંગેની વ્યવસ્થા, મતદાન કેન્દ્રો ખાતે આનુસાંગિક સુવિધા, મતદાન કેન્દ્રો ખાતે દિવ્યાંગો માટેની વ્યવસ્થા, સખી મતદાન કેન્દ્રો, ચૂંટણી સમયે કાયદો અને વ્યવસ્થા, મતદાન જાગૃતિ, ચૂંટણી અંગેની તાલીમ, ચૂંટણી સ્ટાફ, વગેરે અંગે ઝીણવટભારી માહિતી મેળવી જરૂરી સલાહ સૂચનો કર્યા હતા. આ બેઠકમાં કલેક્ટર કચેરી ઉપરાંત ઈ-માધ્યમથી અન્ય નોડલ અધિકારીઓ પણ જોડાયા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની, નિવાસી અધિક કલેક્ટરશ્રી અનસુયા ઝા, પ્રોબેશનલ આઈએએસ નિશા ચૌધરી, નાયબ જિલ્લા અધિકારી ઉમેશ શાહ, વલસાડ પ્રાંત અધિકારી નિલેશ કુકડિયા, કાર્યપાલક ઇજનેર એન.એન.પટેલ સહિત વિવિધ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.