January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા મેરેથોન દોડ હરિફાઈનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17
દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રસાશન દ્વારા આઝાદીના અમૃત મહોત્‍સવ અને હર ઘર તિરંગા સંદર્ભે પ્રસાશક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં ખેલ અને યુવા વિભાગના સચિવ શ્રીમતી અંકિતા આનંદના માર્ગદર્શનમા અને પર્યટન વિભાગના નિર્દેશક અરુણ ગુપ્તાના સહયોગ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેનું ઉદ્‌ઘાટન એસ.પી. શ્રી રાજેન્‍દ્ર પ્રસાદમીણાના હસ્‍તે ભુરકુંડ ફળિયા જંકશન વાયા રીંગરોડથી કરવામાં આવ્‍યું હતું. આ મેરેથોન ભુરકુંડ ફળિયાથી હનુમાન મંદિર બાવીસા ફળિયા સુધી રાખવામાં આવી હતી. જેમાં ખેલાડીઓ સાથે સામાન્‍ય નાગરિકે પણ ભાગ લીધો હતો. આ મેરેથોન દોડમાં બાળકોની દોડમાં પ્રથમ આયુષી ગરેલ, દ્વિતીય સ્‍નેહલ જશુ અને તૃતીય દિવ્‍યાંશુ કુમાર જ્‍યારે છોકરીઓમાં પ્રથમ શ્રુતિ મોર્ય, દ્વિતીય પ્રાચી તુરીયા અને તૃતીય કશિશ કુમારી, છોકરાઓમાં પ્રથમ અમન ઝા, દ્વિતીય અમિત તિવારી અને તૃતીય રઘુ ગોહિત અને પુરુષોની પ્રતિયોગિતામાં પ્રથમ જીતેન્‍દ્ર કુમાર, દ્વિતીય દીપેશ મિશાલ અને તૃતીય રાજેશ ગામીત જ્‍યારે મહિલાઓમાં પ્રથમ જયમતી તુમડા, દ્વિતીય પુષ્‍પા યાદવ અને તૃતીય મીનાક્ષી સોની રહ્યા હતા. દરેક પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને ગોલ્‍ડ, સીલ્‍વર અને બ્રોન્‍ઝ મેડલ અને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

Related posts

વઘઈ કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિ પધ્‍ધતિ સંબંધિત પ્‍લોટ કમ નિદર્શન યોજાયું

vartmanpravah

મહાલક્ષ્મી મિત્ર મંડળ દ્વારા શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિરના ચોથા પાટોત્‍સવની ધામધૂમથી થઈ ઉજવણી

vartmanpravah

કૈલાશ લોજને સરકારી જમીન ખાલી કરવા મુંબઈ હાઈકોર્ટનો આદેશ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ શ્રેષ્‍ઠ ‘થ્રીડી’ના મિશન માટે મક્કમઃ મરવડ હોસ્‍પિટલના મહત્‍વાકાંક્ષી નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

રશિયા-યુક્રેન વચ્‍ચે યુદ્ધના કારણે કેમિકલ ઉદ્યોગ જગતની માયાનગરી ચીખલી વિસ્‍તારમાં પણ ઘેરાયા સંકટના વાદળ

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા ‘વિશ્વ ઝૂનોટીક દિવસ’ મનાવાયો

vartmanpravah

Leave a Comment