Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા તાલુકાના સિલધા હાટ બજારમાં સ્‍વામી વિવેકાનંદ ગુજરાત રાજ્‍ય યુવા બોર્ડ કપરાડા તાલુકા દ્વારા સાફ સફાઈ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: ગુજરાતના ગૃહરાજ્‍ય મંત્રી હર્ષ સંઘવી તેમજ સ્‍વામી વિવેકાનંદ ગુજરાત રાજ્‍ય યુવા બોર્ડ સ્‍ટેટ કો-ઓર્ડીનેટર કૈશલભાઈ દવેના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં વિવિધ જિલ્લામાં 1 ઓગસ્‍ટથી 8 ઓગસ્‍ટ સુધી સફાઈ અભિયાન ચાલી રહ્યા છે તેના અનુસંધાનમાં કપરાડા તાલુકાના સિલધા હાઈસ્‍કૂલથી નાનકડી રેલી સ્‍વરૂપે લોકોને જન જાગૃતતા માટે સૂત્રોચ્‍ચાર કરી મુખ્‍ય રસ્‍તા સુધી રેલી કાઢવામાં આવી હતી ત્‍યારબાદ હાટ બજાર સફાઈ કરી સ્‍વામી વિવેકાનંદ ગુજરાત રાજ્‍ય યુવા બોર્ડના જિલ્લા. સંયોજક કિરણભાઈ ભોયાએ સ્‍વછતાનું મહત્‍વ સમજાવતા કહ્યું હતું કે, શેરી, મહોલ્લા સ્‍વચ્‍છ તો ગામ સ્‍વચ્‍છ, ગામ સ્‍વચ્‍છ તો દેશ સ્‍વચ્‍છ. સફાઈ કરવાનોમુખ્‍ય ઉદ્દેશ એ જ કે જ્‍યાં જ્‍યાં ગંદી હોય જેમ કે હાટ બજાર, શહેરો, મંદિર ગામનો ચોરો જેવા વિસ્‍તારમાં ગંદકી હોય તો આવા વિસ્‍તારમાં રહેતા લોકોને સમજાવવા આપણી ફરજ છે. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, શાળાનો સ્‍ટાફ, આજુ બાજુ ગામથી આવેલા યુવાનો, ગામના અગ્રણી શ્રી શૈલેષભાઈ તુમડા, તેમજ સ્‍વામી વિવેકાનંદ યુવા બોર્ડના સંયોજક શ્રી નારાયણભાઈ ભિમરા, શ્રી દેવચંદભાઈ કનોજા, શ્રી ગોપાલભાઈ ગાંવિત, યુવા બોર્ડનાં પૂર્વ સંયોજક દીપકભાઈ ભોયા, નવીનભાઈ ચૌધરીએ આ કાર્યક્રમ સફળ બનાવ્‍યો હતો.

Related posts

મુંબઈ અંધેરીની હોટલને બોમ્‍બ મુકી ઉડાવી દેવાની ફોનથી ધમકી આપી ખંડણી માંગનાર બે આરોપી વાપીના છીરીથી ઝડપાયા

vartmanpravah

નવરાત્રી મહોત્‍સવ સંદર્ભે દાનહ પોલીસ પ્રશાસનનું જાહેરનામું: નવરાત્રી પર્વમાં ફક્‍ત માઁ અંબાની જ આરાધના જ કરવામાં આવે, અશ્‍લીલ ગીતોનો ઉપયોગ નહીં કરવા સૂચન

vartmanpravah

દીવના મહેમાન બનેલા G-20ના પ્રતિનિધિ મંડળે ગુજરાતના ગીરના દેવળિયા લાયન પાર્કની લીધેલી મુલાકાત

vartmanpravah

વાપી રેલવેના નવા-જુના બે ગરનાળામાં પાણી ભરાઈ જતા અવરજવર જબરજસ્‍થ પ્રભાવિત બની

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ‘‘સ્‍વનિધિ મહોત્‍સવ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી કરવડ અને કોચરવામાં આગના બે બનાવ બન્‍યા

vartmanpravah

Leave a Comment