સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ અને કુશળ માર્ગદર્શન હેઠળ દમણ જિલ્લામાં ‘નશા મુક્ત ભારત અભિયાન’ સક્રિયપણે હાથ ધરવામાં આવ્યું હતું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા. 09
દમણ જિલ્લા કલેક્ટર ડો. તપસ્યા રાઘવને ‘નશા મુક્ત અભિયાન’માં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ઓફ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ નવી દિલ્હી તરફથી એવોર્ડ આપવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા 15મી ઓગસ્ટ, 2020ના રોજ દેશના 272 જિલ્લાઓમાં ‘નશા મુક્ત ભારત અભિયાન’ શરૂ કરવામાં આવ્યું હતું. જેના માટે રાષ્ટ્રીય બાળકોના અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા નશીલી દવાઓના દુરપયોગ અને અન્ય નશીલા પદાર્થોથી બાળકોના સંરક્ષણ માટે ‘એક યુદ્ધ નશે કે વિરુદ્ધ’ના લક્ષ્યને ધ્યાનમાં રાખી તેના રોકથામ ઉપર સંયુક્ત કાર્ય યોજનાનું ગઠન કરવામાં આવ્યું હતું.સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતળત્વ અને કુશળ માર્ગદર્શન હેઠળ દમણ જિલ્લામાં ‘નશા મુક્ત ભારત અભિયાન’ સક્રિયપણે હાથ ધરવામાં આવ્યું હતું.
દેશના 272 જીલ્લાઓમાંથી 20 જીલ્લાઓને નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ એન્ડ નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો, નવી દિલ્હી દ્વારા ‘નશા મુક્ત ભારત અભિયાન’માં તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. જેમાં દમણ જિલ્લાનો પણ સમાવેશ થાય છે.
દમણ જિલ્લાના કલેક્ટર ડો.તપસ્યા રાઘવને આ અભિયાનમાં શ્રેષ્ઠ કામગીરી બદલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. દાદરા નગર હવેલી અને દમણ અને દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દમણ જિલ્લા કલેક્ટર ડો.તપસ્યા રાઘવનું સ્મળતિ ચિન્હ અને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.