Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

નહેરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા યુવા ઓરિએન્‍ટેશન તાલીમ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.09
નેહરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા બુધવારે સરકારીઆઈટીઆઈ કોલેજ ખાતે યુવા ઓરિએન્‍ટેશન અને ડીજીટલ નાણાંકીય સાક્ષરતા અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયની સ્‍વાયત્ત સંસ્‍થા નેહરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સરકારી આઈટીઆઈ કોલેજના વિદ્યાર્થીઓને સરકારી યોજનાઓ અને નાણાંકીય સાક્ષરતા વિશે માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન સરકારી કોલેજના પ્રોફેસર શ્રી ગગન શેખરે વિદ્યાર્થીઓને સરકારની મુખ્‍ય યોજનાઓ, ઉચ્‍ચ શિક્ષણ માટેની યોજનાઓ વિશે માહિતી આપી હતી તેમજ તેમને નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે ડીબીટી યોજનાઓ અને શિક્ષણ લોન વિશે જણાવ્‍યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત પ્રો. નીરજ ચૌધરીએ વિદ્યાર્થીઓને નાણાંકીય સાક્ષરતા વિશે માહિતી આપી હતી. રાષ્‍ટ્રીય યુવા સ્‍વયંસેવકો ધ્રુવ, અવિશેક, તોહા અને નિકિતાએ આ કાર્યક્રમના આયોજનમાં મહત્‍વની ભૂમિકા ભજવી હતી.

Related posts

દમણઃ દુણેઠા ડમ્‍પિંગ સાઈટ પર કાર્યરત ડમ્‍પરની અડફેટમાં શ્રમિકનું બાળક આવતાં મોત

vartmanpravah

વલસાડ જિલ્લામાં આજે રાજ્‍યકક્ષાના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને વિકાસ સપ્તાહની ઉજવણી થશે

vartmanpravah

સંઘપ્રદેશના મોટાભાગના લોકોને વિકાસ કોને કહેવાય તેની સમજ જ નથી

vartmanpravah

વલસાડ ધમડાચી હાઈવે ઉપર ખેરના લાકડા ભરેલ ટેમ્‍પો ઝડપાયો : બેની અટકાયત કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશોના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવ જિલ્લાની મુલાકાતના બીજા દિવસે પણ વિવિધ વિકાસયોજનાઓની કરેલી સમીક્ષા

vartmanpravah

ચીખલીના મલીયાધરામાં યોજાયેલ તાલુકા કક્ષાની યોજાયેલ પશુપાલન શિબિરમાં વિભાગની સહાયકારી યોજનાઓની અપાયેલી જાણકારી

vartmanpravah

Leave a Comment