Vartman Pravah
Breaking Newsદમણદીવદેશ

દમણની જેસન ઈન્‍ડસ્‍ટ્રીઝ લિ.એ સીએસઆર ગતિવિધિઓના ભાગરૂપે સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન દ્વારા કચીગામ ખાતે સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાને 6 ફોટો ફ્રેમ, 02 સ્‍માર્ટ બોર્ડ, 02 કોમ્‍પ્‍યુટર, 02 માઉન્‍ટિંગ સ્‍ટેન્‍ડ અને 24 શાળાની બેન્‍ચ આપવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 09
દમણ ખાતે જેસન ઈન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડે સીએસઆર ગતિવિધિઓના ભાગરૂપે સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન દ્વારા કચીગામ ખાતે સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાને 6 ફોટો ફ્રેમ, 02 સ્‍માર્ટ બોર્ડ, 02 કોમ્‍પ્‍યુટર, 02 માઉન્‍ટિંગ સ્‍ટેન્‍ડ અને 24 શાળાની બેન્‍ચ આપવામાં આવી હતી.
જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી દિનેશભાઈ ધોડી અને કચીગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભરતભાઈ પટેલે સરકારી શાળાઓમાં સુવિધા ઉપલબ્‍ધ કરાવવાની માંગનો સ્‍વીકાર કરતા તા. 08/03/2022ના રોજ, આ તમામ સાધનો સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, કચીગામ, દેસાઈ ફળિયાને આપવામાં આવ્‍યા હતા.સરકારી શાળાના બાળકોને નવી ટેકનોલોજીથી સાથે વધુ સારું શિક્ષણ આપવામાં આવશે.
આજના કાર્યક્રમમાં ઉપ પ્રમુખ શ્રી ચંદ્રકાંત પાટીલ, કાર્યકારી એચઆર વ્‍યવસ્‍થાપક શ્રી અભિષેક સિંહ, વરિષ્‍ઠ વાણિજ્‍યક કાર્યકારી શ્રી રાજેશ મિશ્રા, પ્રમુખ શ્રી વિશાલભાઈ ટંડેલ, જેસન ઈન્‍ડસ્‍ટ્રીઝ લી. સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશનથી શ્રીમાન ખુશ ચૌહાણ-કાર્યાલય સચિવ, શ્રી અશ્વિનભાઈ પટેલ-શાળા પ્રબંધનના આઈ/સીએચએમ, શ્રી રતિલાલ પટેલ-પ્રાથમિક એચએમ, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

મતદાન જાગૃતિ માટે વલસાડમાં શિક્ષકો દ્વારા બાઈક રેલી નિકળી

vartmanpravah

ખાનવેલ સબ જિલ્લા હાસ્‍પિટલ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ખાતે વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

પારડીમાં સ્‍વાધ્‍યાય મંડળ દ્વારા બાહ્ય આડંબર કે ખોટા ખર્ચાઓ ન કરી ગણેશજીની પ્રતિમાનુંકરાયેલું સ્‍થાપન

vartmanpravah

ઈચ્‍છાપૂર્તિ કરનારા મંત્રો છે પણ ઈચ્‍છા પૂર્તિ ને ઈચ્‍છા મુક્‍તિ તો મહામંત્ર નવકાર કરે : યશોવર્મસૂરિજી

vartmanpravah

નહેરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા યુવા ઓરિએન્‍ટેશન તાલીમ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા શાળાના બાળકો માટે વોલ પેઈન્‍ટિંગ કોમ્‍પિટિશનનું આયોજન : સેંકડો બાળકો જોડાયા

vartmanpravah

Leave a Comment