Vartman Pravah
Breaking Newsઉમરગામખેલગુજરાતચીખલીનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા સૌપ્રથમ વખત આરોહણ- અવરોહણ સ્‍પર્ધાનું આયોજન 21મી માર્ચ ‘વિશ્વ વન દિવસ’ની ઉજવણી નિમિત્તે તા.20મી માર્ચે પારનેરા ડુંગર પર આરોહણ- અવરોહણ સ્‍પર્ધા યોજાશે

વલસાડ પ્રાંત અધિકારી નીલેશભાઈ કૂકડીયાએ યોજેલી પત્રકાર પરિષદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.14
વલસાડ જિલ્‍લામાં ‘વિશ્વ વન દિવસ’ની ઉજવણી નિમિત્તે વલસાડના પ્રાંત અધિકારીશ્રી નીલેશભાઈ કૂકડીયાએ આજરોજ વલસાડ કલેક્‍ટર કચેરીના સભાખંડ ખાતે વલસાડના પત્રકારો સાથે એક પત્રકાર પરિષદ યોજી વલસાડ નજીક આવેલા પારનેરા ડુંગર ખાતે તા.20મી માર્ચને રવિવારના રોજ યોજનારા પારનેરા આરોહણ- અવરોહણ સ્‍પર્ધાની વિગતો પત્રકારોને આપી હતી.
આ પત્રકાર પરિષદમાં પ્રાંત અધિકારીશ્રીએ આ સ્‍પર્ધાની વિગતો પૂરી પાડતા જણાવ્‍યું હતું કે, જિલ્લામાં સૌ પ્રથમવાર આવી આરોહણ- અવરોહણ સ્‍પર્ધાનું આયોજન જિલ્‍લા વહીવટીતંત્ર તરફથી કરવામાં આવ્‍યું છે. તા.21મી માર્ચ ‘વિશ્વ વન દિવસ’ની ઉજવણી નિમિત્તે તા.20મી માર્ચે આ સ્‍પર્ધા પારનેરા ડુંગર પર આરોહણ-અવરોહણ સ્‍પર્ધા – 2021- ’22 જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા સૌપ્રથમ યોજવામાં આવી રહી છે એમ ઉપસ્‍થિત પત્રકારોને જણાવ્‍યું હતું.
આ સ્‍પર્ધા તા. 20 મી માર્ચના રોજ સવારે 6.45કલાકે શરૂ કરવામાં આવશે. સ્‍પર્ધા 3 વયજૂથમાં રહેશે. જે મુજબ વર્ષ 14 થી 18, વર્ષઃ 18 થી 35, વર્ષઃ 35 વર્ષથી ઉપરના માટે તમામ ભાઈઓ અને બહેનો માટે રહેશે. આ સ્‍પર્ધાના ફોર્મ જિલ્‍લા રમત- ગમત અધિકારીની કચેરી, રૂમ નં.-106, જૂની બી.એસ.એન.એલ. કચેરી, તીથલ રોડ, વલસાડ ખાતેથી મળશે. અને આ ફોર્મ ભરવાની શરૂઆત તા. 15 મી માર્ચથી શરૂ કરીને તા. 19 મી માર્ચના બપોરે 12.00 કલાક સુધીમાં જિલ્‍લા રમત- ગમત અધિકારીની કચેરીમાં સબમીટ કરવાના રહેશે. આ ઉપરાંત આ અંગેના ફોર્મ અને નિયમોની જાણકારી માટે કલેકટર કચેરીના ટવીટર હેન્‍ડલ @Collector Valsad અને પ્રાંત અધિકારી વલસાડના @SDM Valsad ટવીટર હેન્‍ડલ પરથી ઉપલબ્‍ધ થશે. આ સ્‍પર્ધા માટેની કટઓફ ડેઇટ તા. 19 મી માર્ચ રહેશે. સ્‍પર્ધકો માટે વાહન પાર્કિગ અને પીવાના પાણીની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. આ સ્‍પર્ધામાં વિજેતા થયેલા ઉમેદવારોને સ્‍પર્ધા પૂર્ણ થયા બાદ જિલ્‍લાના વનવિભાગ તરફથી પ્રમાણપત્રો આપવામાં આવશે તેમજ પારનેરા ડુંગરના વિકાસના લોકાર્પણ કાર્યક્રમના દિવસે પારનેરા માતાજી ટ્રસ્‍ટ તરફથી સ્‍મૃતિભેટ અને વનવિભાગ તરફથી ઉમેદવારોને શીલ્‍ડ આપીને સન્‍માનિત કરાશે. સ્‍પર્ધા પૂર્ણ થયા બાદ સ્‍પર્ધકોને માટે અલ્‍પાહારની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.
આ પત્રકારપરિષદમાં વલસાડ શહેરના મીડીયાકર્મીઓ, જિલ્લાના વન વિભાગના ઇન્‍ચાર્જ મદદનીશ વનસંરક્ષકશ્રી હિરેન પટેલ, સામાજિક વનીકરણ વિભાગના હેતલ ભંડારી અને પારનેરા માતાજી ટ્રસ્‍ટના શ્રી બાબુભાઈ પટેલ અને પંકજભાઈ પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

26મી જાન્‍યુઆરી ‘પ્રજાસત્તાક પર્વ’એ નવી દિલ્‍હીના કર્તવ્‍ય પથ પર યોજાનાર પરેડ માટે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાનહ અને દમણ-દીવની NSSની બે વિદ્યાર્થીનીઓની થયેલી પસંદગી

vartmanpravah

ટુકવાડાથી ભિલાડ સુધી હાઈવે ઉપરના ખાડા બે દિવસમાં પુરાઈ જવાની હાઈવે પ્રોજેક્‍ટ ડિરેક્‍ટરે ખાત્રી આપી

vartmanpravah

ભુખ્‍યાને બે ટંક મફત ભોજન માટે વાપી સલવાવમાં લોક ગાયક ગીતા રબારીનો ભવ્‍ય લોક ડાયરો

vartmanpravah

પારડી હાઈવે ઉપર ચાર વાહનો વચ્‍ચે વિચિત્ર અકસ્‍માત

vartmanpravah

વટાર પ્રાથમિક શાળાના શિક્ષિકા તેજસ્‍વી પટેલની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી

vartmanpravah

સરકારી જમીન કોતર ઉપર કરાતા દબાણ સામે પ્રશાસનની લાલ આંખ દાનહના સાયલી ગામમાં સરકારી જમીન ઉપર બનેલ ત્રણ દુકાન અને ઘર સહિત સાત ગેરકાયદેસર ઢાબાઓનું ડિમોલિશન કરાયું

vartmanpravah

Leave a Comment